રેલવેના પાટા ઉખાડવાની ટ્રેનિંગ આપી રહ્યું છે અલ કાયદાઃ રેલવે એલર્ટ

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન અલ કાયદાના એક મેગેઝિનમાં રેલવેના પાટા ઉખાડવા માટે જરૂરી ટૂલ ઘરે જ બનાવવાની રીત રજૂ કરાઇ છે. આ માહિતી બાદ રેલવે એલર્ટ બન્યું છે. રેલવેના કર્મચારીઓને સતર્કતા દાખવવાનું પણ કહેવામાં આવ્યું છે.

રેલવેએ કહ્યું કે હાલમાં પાટા ઉખાડવા અંગે કોઇ પણ આતંકવાદી સંગઠને ધમકી આપી નથી. રેલવેનું એમ પણ કહેવું છે કે તેણેે કર્મચારીઓને સતર્ક કરવા ગયા મહિને પત્ર લખ્યો હતો.

રેલવેના દિલ્હી ડિવિઝન તરફથી જારી રર જૂનના આ આદેશમાં કહેવાયું હતું કે સીઆરપીએફના એક અધિકારીના ગુપ્ત રિપોર્ટમાં એવું કહેવાયું છે કે એક આતંકવાદી સંગઠન રેલવેના પાટા ઉખાડવાના ઘરેલુ નુસખા જણાવી રહ્યું છે.

આતંકવાદી સંગઠન અલકાયદાએ પોતાના મેગેઝિનમાં રેલવેના પાટા ઉખાડવાનું ટૂલ ઘરમાં જ તૈયાર કરવાની રીત અને ટ્રેનને ડી રેલ કરવાની જાણકારી આપી છે. આ આધારે રેલવે અધિકારીઓને જાગૃત કરાયા છે.

રેલવે અધિકારીઓને આદેશ અપાયા છે કે તેઓ ટ્રેન ચલાવનારા રનિંગ સ્ટાફનું કાઉન્સેલિંગ કરે. ટ્રેન ચલાવતી વખતે સતર્કતા રાખે અને ટ્રેક પર નજર જાળવી રાખે. કોઇ શંકાસ્પદ વસ્તુ દેખાય તો ઇમર્જન્સી બ્રેક મારે અને કંટ્રોલ રૂમને જાણકારી આપે.

You might also like