યમનમાં અલ કાયદાનો મોટો હુમલોઃ ૧પ સૈનિકો અને ૧૯ જેહાદીઓનાં મોત

અદન: અલ કાયદાએ દ‌િક્ષણ યમનમાં બે લશ્કરી મથકો પર એકાએક હુમલો કરતાં ૧પ સૈનિકો અને ૧૯ જેહાદીઓનાં મોત થયાં છે. લશ્કરના એક અધિકારીઅે જણાવ્યું હતું કે હુમલાખોરોએ અલ કાયદાના ગઢ મનાતા હદરમાવત પ્રાંતમાં શીબમ અને વદીસર શહેર નજીક લશ્કરી મથકોને નિશાન બનાવ્યાં હતાં. શુક્રવારનો દિવસ હુમલાનો દિવસ રહ્યો હતો, કારણ કે ત્રાસવાદીઓએ એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ દેશોમાં લોકો અને લશ્કરને નિશાન બનાવીને સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હતી. પ્રથમ ઘટના માલીમાં બની હતી. જ્યાં હોટલમાં લોકોને બંધક બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અલ કાયદાએ દ‌િક્ષણ યમનના બે લશ્કરી મથકો પર હુમલો કરીને યમનને હચમચાવી નાખ્યું હતું. જ્યારે પાકિસ્તાનના કરાચી શહેરમાં શિયા મસ્જિદની સામે ખુલ્લેઆમ ફાયરિંગ કરી રહેલા ત્રણ હુમલાખોરોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.

You might also like