પાક. આતંકીઓ વિરુદ્ધ અક્ષયની ફોર્મ્યુલા- ‘ઘરમાં ઘુસીને મારો’

બોલિવૂડ સ્ટાર અક્ષયકુમારે પઠાણકોટ હુમલા પર સલાહ આપતાં કહ્યું હતું કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદને જો જડમૂળથી નાબુદ કરવો હોય તો કંઇક મોટા પગલાં ભરવા જોઇએ. તેના માટે પછી આતંકવાદીઓનાં ગઢમાં ઘુસીને જ તેમને કેમ ના મારવા પડે.

અનેક ફિલ્મોમાં સૈનિક તેમજ આર્મી ઓફિસરનું પાત્ર ભજવી ચુકેલ અક્ષયે કહ્યું હતું કે, પઠાણકોટ હુમલામાં જવાનો શહીદ થતાં તેમને ખુબ જ દુખ થયું છે. તેમણે કહ્યું કે સરકાર અને સેનાએ આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘુસીને અહીં હુમલો કરે તે પહેલાં જ તેમના ઠેકાણોની ઓળખ કરીને તેમને ખતમ કરી દેવા જોઇએ.

અક્ષયે કહ્યું હતું કે, ‘જે કંઇ થયું તે ખુબ જ દુખદ ઘટના છે. આજે સવારે હું ન્યુઝપેપર વાંચી રહ્યો હતો. એક સિપાહી વિશે વાંચ્યુ કે તેણે કોઇ પણ હથિયાર વિના જ એક આતંકવાદીને પકડીને તેની એકે-47 લઇ તેની પર હુમલો કર્યો હતો. પરંતુ પાછળથી અન્ય એક આતંકવાદીએ આ જવાનને ગોળી મારી દીધી. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે આટલા જવાનો શહીદ થાય છે. હું કોઇ રીયલ હિરો નથી, રીલ હિરો છું. પરંતુ મારા તરફથી જેટલી પ્રયત્નો કરી શકું છું હું કરીશ. બેબી, હોલીડે, ગબ્બર જેવી ફિલ્મો બનાવીને. હું લોકોને દેખાડવા માગુ છું કે આપણી સેનાના જવાનો આપણા માટે કુરબાની આપી દે છે અને તેમના પરિવાર સાથે શું થાય છે? તો આની કોઇ ફિક્સ ફોર્મ્યુલા નથી. આની માત્ર એક જ ફોર્મ્યુલા છે કે ભાઇ અંદર ઘુસીને મારો. બીજું કંઇ નહીં’

You might also like