‘એરલિફ્ટ’થી વાસ્તવિક ઘટનાઓ પર ફિલ્મો કરવા ઉત્સુક અક્ષયકુમાર

મુંબઇ: અભિનેતા અક્ષયકુમારનું કહેવું છે કે, તેમની નવી ફિલ્મ ‘એરલિફ્ટ’ની વ્યાવસાયિક સફળતા જોયા બાદ તેમને વાસ્તવિક ઘટનાઓ પર વધારે ફિલ્મો બનાવવા માટે પ્રેરણા મળી રહી છે. 22 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલી ‘એરલિફ્ટ’એ દેશમાં અત્યાર સુધીમાં 70 કરોડની કમાણી કરી છે.

અક્ષયે કહ્યું કે, પરિણામથી જ ફિલ્મનો ખ્યાલ આવી જાય છે. હું લોકોની પ્રતિક્રિયાથી ખુબ જ ખુશ છું. આ ફિલ્મે મને આવી બીજી ફિલ્મો બનાવવા માટે તેમજ તેમાં કામ કરવા માટે પ્રેરિત કર્યો છે. આ પ્રકારની ફિલ્મોને લઇને પહેલાં બોક્સ ઓફિસ પર સફળ થવાની કોઇ ખાસ ગેરંટી નહોતી.

અક્ષયે કહ્યું કે, ‘જ્યારે હું આંકડાઓને જોવું છે તો હવે મને લાગી રહ્યું છે કે આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવું જોઇએ. વાસ્તવિક કહાનીઓને પણ પડદા પર ઉતારવી જોઇએ. મને આશા છે કે આ ફિલ્મ જોયા બાદ અનેક નિર્માતા, નિર્દેશક અને એક્ટર્સ આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરશે. જેમા ગીતો ઓછા હોય પરંતુ સામગ્રી વધારે હોય.’

સ્વાભાવિક છે કે મસાલાવાળી ફિલ્મો બોક્સ ઓફીસ પર કરોડોનો વ્યવસાય કરે છે. આ ફિલ્મ વિશે અક્ષયે કહ્યું કે, મને જેટલો વિશ્વાસ હતો તેના કરતાં વધારે સારી સફળતા મળી.

You might also like