અક્ષય પટેલના મોતનાં પ્રકરણમાં સાળા અને બનેવીની ધરપકડ

અમદાવાદ: અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં છેડતીના આરોપસર ધરપકડ કરાયેલા અક્ષય પટેલના કસ્ટડીમાં થયેલા મોતના ચકચારી કિસ્સામાં પોલીસે મોડી રાતે મહિલાના પતિ કમલેશ અને ભાઇ ભાવિક પટેલની ધરપકડ કરી છે જ્યારે સંડોવાયેલા અન્ય બે આરોપી કિષ્ણા પટેલ અને અજયસિંહ ચૌહાણને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

રબારી કોલોની પાસેના અજય ટેનામેન્ટમાં રહેતી એક પરિણીત મહિલાના પાસપોર્ટ પર મલેશિયાનો ‌િસક્કો મરાવવા ૩૦ હજાર રૂપિયા લેવા માટે અક્ષય રમણભાઇ પટેલ વડોદરાથી અમદાવાદ તેના ઘરે આવ્યો હતો. જ્યાં તેણેે મહિલાને બાથ ભરીને પકડી લીધી હતી.

તે સમયે મહિલાના પતિ કમલેશ સાથે કામ કરતો કિષ્ણા પટેલ નામનો યુવક ત્યાં આવી ગયો હતો. કમલેશ તથા મહિલાનો ભાઇ ભાવિક પટેલ ઘરે આવી ગયા હતા અને બધાંએ ભેગાં મળીને અક્ષયને ચાર કલાક સુધી ગોંધી રાખીને ઢોરમાર માર્યો હતો.

અમરાઇવાડી પોલીસ અક્ષયની ધરપકડ કરીને તેને મે‌િડકલ ચેકઅપ માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ ગઇ હતી. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ અક્ષયને પરત પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની ત‌િબયત વધુ લથડી હતી અને તેને ફરીથી હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

You might also like