અક્ષય ‘હોલિડે’ની સિક્વલમાં દેખાઇ શકે છે

મુંબઈ: બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર પોતાની સુપરહીટ ફિલ્મ ‘હોલિડે’ની સિક્વલમાં કામ કરતાં જોવા મળે તેવી શક્યતા છે. અક્ષયની કારકીર્દિ હાલ ટોચ પર છે. અક્ષય હવે જે પણ પ્રોજેક્ટ સાઇન કરી રહ્યો છે તે ખુબ જ સમજી વિચારીને સાઇન કરી રહ્યો છે.

નિર્માતા વિપુલ શાહે જણાવ્યું કે, ‘હોલિડે 2’ની સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ ગઇ છે અને આ વખતે પણ અક્ષયનો ફિલ્મમાં જબરજસ્ત રોલ હશે. વિપુલ શાહે જણાવ્યું કે, હાલ તેઓ અક્ષયકુમાર સાથે ‘નમસ્તે લંડન’નું શૂટિંગ કરી રહ્યાં છે અને ત્યાર બાદ તેને ‘હોલિડે 2’ના ફ્લોર પર લઇ જશે.

તેમણે જણાવ્યું કે, ફિલ્મને નિર્દેશિત કરવવા માટે તેઓ એ. આર. મુરુગોદાસ પાસે જ જશે કારણ કે ફિલ્મનો પ્રથમ ભાગ તેમણે જ બનાવ્યો હતો. આ ફિલ્મની બીજી સ્ટોરી પણ એક સૈનિકની રજાઓ પર જ હશે. આ વખતે પણ અક્ષયકુમાર એક આર્મી ઓફિસર છે અને રજાઓ ગાળવા પોતાના ઘરે આવે છે અને મિશનમાં જોડાઇ જાય છે.

You might also like