દિવાળી પર શહિદોના પરિવારોને અક્ષયની ભેટ, આપ્યા 25હજારના ચેક

આ દિવાળી પર અક્ષય કુમારે શહિદોને ખાસ ભેટ આપી છે. અક્ષય કુમારે 103 શહિદના પરિવારોને 25-25 હજાર રૂપિયાના ચેક આપ્યા છે. આ કામમાં અક્ષય કુમારનો સાથ કોલ્હાપુર રેન્જ નાંગડે પાટિલે આપ્યો છે.

નાંગડે પાટિલે જણાવ્યું કે, ‘અમે કોલ્હાપુર, સાંગલી, સતારા, પૂના ગ્રામીણ અને સોલાપુર ગ્રામીણ વિસ્તારના શહીદ પોલીસકર્મીઓ, સૈનિકો અને અર્ધસૈનિકોની યાદી બનાવી હતી. અક્ષય કુમારને અંગે જાણ થઈ ત્યારે તેઓ પણ અમારી સાથે જોડાયા.’

અક્ષય કુમારે 103 શહિદોને આપવા માટે 25 લાખ રૂપિયા આપ્યા અને પોતાની સહીવાળો લેટર પણ દરેકને મોકલાવ્યો છે. અક્ષય કુમારના કારણે શહિદોના પરિવારની દિવાળી સુધરી ગઈ છે, તેમાં કોઈ શંકા નથી.

You might also like