અક્ષય કુમાર અને સન્ની દેઓલ ટકરાશે ફિલ્મી પરદે, કોમેડી-દેશભક્તિનો અદભુત CLASH

સન્ની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘યમલા પગલા દીવાના ફિર સે’ ઘણા સમયથી ટળી રહી છે. ફિલ્મ એપ્રિલથી જુલાઈ… અને હવે જુલાઈથી ઓગસ્ટ જઈ ચુકી છે. જી હા, અફવાઓની માનીએ તો દેઓલ પરિવારની આ સીક્વલ ફિલ્મ જૂનમાં નહિ પણ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. હવે કહાનીમાં ટ્વીસ્ટ એ છે કે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ પણ આ દિવસોમાંજ રિલીઝ થઈ રહી છે.

એટલે કે બોક્સ ઓફિસ પર દેઓલ પરિવારની કોમેડીની સાથે અક્ષય કુમારની દેશભક્તિનો તડકો પણ દર્શકોની સામે હશે. હમણા એ જોવુ રસપ્રદ હશે કે શુ બંન્ને સ્ટાર્સ ફિલ્મ ક્લેશ કરે છે, કે તારીખમાં ફેરફાર થશે.

એટલુ જ નહિ, પણ જોન અબ્રાહમ- મનોજ બાજપાઈની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ પણ એ દિવસોમાંજ રિલીઝ થવાની છે. તેથી, એક સાથે 3 મોટી ફિલ્મો આમને સામને હશે. પરંતુ હમણા ગોલ્ડ સિવાય કોઈ ફિલ્મની ઓફિશ્યિલ જાહેરાત કરવામાં આવી નથી. સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતીમાં યમલા પગલા દીવાનાની ફરીથી રિલીઝ ડેટની જાહેરાત આ અઠવાડિયામાંજ કરી દેવાશે.

You might also like