અક્ષયકુમારના પુત્રને કુડોમાં મળેલો બ્લેક બેલ્ટ

મુંબઈ: અક્ષયકુમારના પુત્ર આરવ ભાટિયાને કુડો (જાપાની માર્શલ આર્ટ)માં ફર્સ્ટ ડિગ્રીનો બ્લેક બેલ્ટ મળ્યો છે, જેના કારણે રવિવારનો દિવસ અક્ષયકુમાર અને ટિ્વંકલ ખન્ના માટે ખુશીનો દિવસ રહ્યો હતો.  અક્ષયકુમાર ખુદ માર્શલ આર્ટમાં નિષ્ણાત છે અને તે તેના પુત્રના દેખાવથી ખૂબ જ ખુશ છે. તેણે તેના પુત્રની તસવીર સોશિયલ મીડિયા પર રજૂ કરી લખ્યું હતું કે આ મધર્સ ડે પર સન્ડે રહ્યો. આરવે આ ડિગ્રી મેળવવા નવ વર્ષ સુધી સખત મહેનત કરી છે.

અક્ષયકુમારના જણાવ્યા અનુસાર નવ વર્ષની સતત પ્ર‌િેક્ટસ કર્યા બાદ મારા પુત્રને ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ મળ્યો છે તેનાથી મને ખૂબ જ આનંદ સાથે ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. ટિ્વંકલને રવિવારે મધર્સ ડે પર મળેલા આ ખુશીના સમાચારથી બેહદ ખુશીનો અનુભવ થયો હતો. તેણે ટિ્વટર પર લખ્યું હતું કે મધર્સ ડે નિમિત્તે તેને મોટી ભેટ મળી છે. આમ, પુત્રની સફળતાથી અક્ષય-ટિ્વકંલે ટિ્વટર પર ખુશી વ્યકત કરી હતી. જેમાં અક્ષય-ટિ્વકંલે આરવની પ્ર‌ે‌િક્ટસ વખતના ફોટોગ્રાફ ટિ્વટર પર રજૂ કર્યા છે, આરવ એક્શનમાં જોવા મળે છે. અક્ષય-ટિ્વંકલે  તેમાં લખ્યું કે અનેક વર્ષની મહેનત આજે રંગ લાવી છે.

You might also like