અક્ષયકુમારની આગામી ફિલ્મ 15 ઓગસ્ટે આવશે

મુંબઇઃ ફિલ્મ રૂસ્તમ હજી સિનેમાઘરોમાં ચાલી રહી છે અને લોકો તેને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. ત્યારે સતત હિટ ફિલ્મો આપી રહેલા બોલિવુડના રૂસ્તમે તેની આગામી ફિલ્મ અંગે જાહેરાત કરી દીધી છે. આગામી 15મી ઓગસ્ટે તેની ફિલ્મ ક્રેક રિલીઝ થશે.

અક્ષયે સોશિયલ મીડિયાના માધ્યમથી ફિલ્મ વિશે જાણકારી આપી છે. અક્ષયે લખ્યું છે કે સ્પેશ્યલ 26 અને બેબી બાદ નીરજ પાંડની વધુ એક ફિલ્મ. આ વખતે ક્રેક સાથે 15મી ઓગસ્ટના રોજ દર્શકો સમક્ષ આવીશું. અક્ષયે ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. પોસ્ટરમાં એક તુટેલી ફ્રેમમાં ચશ્મા દેખાઇ રહ્યાં છે. ડિરેક્ટર નીરજ પાંડે સાથે અક્ષયની આ ત્રીજી ફિલ્મ છે. પોસ્ટરમાં લખેલું છે કે દરેક તોફાનની પાછળ એક ગુસ્સો હોય છે અને દરેક  ગુસ્સા પાછળ એક સ્ટોરી જોડાયેલી છે.

You might also like