સામાન્ય લોકોની સાથે અક્ષયને રોકાવવું પડ્યું લંડન એરપોર્ટ પર!

મુંબઇઃ બોલિવુડ એક્ટર અક્ષય કુમારે વીઝા વગર મુસાફરી કરવાના કારણે લંડનના હીથ્રો એરપોર્ટ પર લગભગ દોઠ કલાક સુધી રોકાવાની ફરજ પડી હતી. અક્ષય પોતાના પર્સનલ ટ્રેનર સાથે મુંબઇથી લંડન ગયો હતો. ત્યારે વીઝા ન હોવાને કારણે તેને અન્ય પેસેન્જરની સાથે જનરલ હોલ્ડિંગ એરિયામાં સવારે 7થી 8.45 સુધી રોકી રાખવામાં આવ્યો. એરપોર્ટ અધિકારીઓ દ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે કેનેડાના નાગરીકોને જ પ્રવાસીઓના રૂપમાં બ્રિટનમાં વીઝા વગર આવવાની પરવાનગી આપવામાં આવી છે.

જ્યારે અક્ષયને અહીં આવવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે ફિલ્મના શુટિંગ માટે અહીં આવ્યો હતો. જેના માટે વીઝા સ્ટેમ્પની જરૂર હોય છે અને એટલા માટે જ તેને રોકી રાખવામાં આવ્યા હતા. અક્ષયની સાથે નજીકથી જોડાયેલા એક સૂત્રધાર પ્રમાણે હોલ્ડિંગ એરિયામાં અક્ષયને જોઇને તેને મળવા માટે અને તેની સાથે ફોટોગ્રાફ્સ પડાવવા માટે સંખ્યાબંધ ફેન્સ ઉમટી પડ્યા હતા.

તેથી કંટાળીને અક્ષયે ત્યાં હાજર અધિકારીઓને વિનંતી કરી કે તેમને પ્રાઇવેટ એરિયામાં બેસવા દેવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ અધિકારીઓએ તેમની તે વિનંતીને એમ કહીને નકારી દીધી કે ત્યાં એવી કોઇ જ વ્યવસ્થા નથી. જો કે અક્ષય આ વાતને નકારી રહ્યો છે કે અને જણાવી રહ્યો છે કે તેની પાસે વીઝા હતા અને તે થોડી જ ક્ષણોમાં એરપોર્ટ પરથી રવાના થઇ ગયો હતો.

You might also like