નેશનલ એવોર્ડ પર બોલ્યો અક્ષય, ‘ઇચ્છો તો પાછો લઈ લો અા અેવોર્ડ’

મુંબઈ: અક્ષયકુમારને જ્યારથી ‘રુસ્તમ’ અને ‘એરલિફ્ટ’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે ત્યારથી તે લોકોની ટીકાઅોનો શિકાર બની રહ્યો છે. અક્ષયે પહેલાં પણ અા મુદ્દે કહ્યું હતું કે તેણે કોઈ પણ એવોર્ડ મેળવવા માટે ક્યારેય કોઈની ફેવર કરી નથી. તેણે અા મુદ્દા પર હવે કહ્યું છે કે જો લોકોને એમ લાગતું હોય કે હું અા એવોર્ડને લાયક નથી તો અા અેવોર્ડ પાછો લઈ લો.

અક્ષયે એક કાર્યક્રમમાં જણાવ્યું કે હું છેલ્લાં ૨૫ વર્ષથી જોઈ રહ્યો છું કે જ્યારે પણ કોઈ એવોર્ડ જીતે છે તો બધા વાતો કરવા લાગે છે, અામાં કંઈ નવું નથી. કેટલાક લોકો હોય છે જે હંમેશાં વિવાદ ઊભો કરવામાં માને છે. અાને એવોર્ડ ન મળવો જોઈઅે અને અાને મળવો જોઈઅે એવી વાતો કરનારા કેટલાક લોકો હોય જ છે.

અક્ષયે કહ્યું કે મેં ૨૬ વર્ષ બાદ અા અેવોર્ડ મેળવ્યો છે. જો કોઈને તેનાથી કંઈ પ્રોબ્લેમ હોય તો અા એવોર્ડ પાછો લઈ લેવો જોઈઅે. અક્ષયે અા બધી વાતો મૂવી સ્ટંટ અાર્ટિસ્ટ અેસો‌િસયેશનના એક કાર્યક્રમમાં કહી. તેણે બોલિવૂડમાં સ્ટંટ કરનારા પુરુષો અને મહિલાઅો માટે ઇન્સ્યોરન્સ પો‌િલસી લોન્ચ કરી, જેનો લાભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ૩૮૦ સ્ટંટમેનને મળશે. અા યોજના હેઠળ તમામ સ્ટંટમેન્ટને ૧૦ લાખ સુધીનું વીમા કવરેજ પણ મળશે.

અારજીવીઅે પણ નિશાન સાધ્યું
જાણીતા ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માઅે ફિલ્મ પુરસ્કાર પર નિશાન સાધતાં કહ્યું કે સુપરસ્ટાર અામિર ખાન તમામ એવોર્ડ ફંક્શનથી દૂર રહે છે તે બાબત ભારતમાં વ્યવસ્થાની પ્રાસંગિકતા ખોઈ નાખવા તરફ ઇશારો કરે છે. હંમેશાં પોતાની ‌િટપ્પણીઅોને લઈ વિવાદોમાં રહેનાર ડિરેક્ટરે ટ્વિટર પર કહ્યું કે અામિર નેશનલ એવોર્ડ સહિત કોઈ પણ ભારતીય પુરસ્કાર સમિતિ દ્વારા મપાવવાની પરવા કરતો નથી. ભારતના મહાન ફિલ્મકાર અામિર ખાન રાષ્ટ્રીય પુરસ્કાર સહિત કોઈ પણ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેતાે નથી. તેણે સર્વોચ્ચ ગુણવત્તાવાળી ફિલ્મો પણ બનાવી છે.

અક્ષયકુમારને ‘રુસ્તમ’ માટે બેસ્ટ અભિનેતા જાહેર કરાયો. આથી બોલિવૂડમાં કેટલાક લોકો ચકિત રહી ગયા હતા.
‘દંગલ’ અને ‘અલીગઢ’ જેવી અદ્ભુત ફિલ્મોને નજર અંદાજ શા માટે કરાઈ તે ચર્ચાઅો ચાલી રહી હતી. એવી પણ વાતો થઈ કે ‘દંગલ’માં અામિરના કામને નજર અંદાજ કરાયું, કેમ કે તે કોઈ પણ પુરસ્કાર કાર્યક્રમમાં ભાગ લેતો નથી, પરંતુ કાશ્મીરની જાયરા વસીમને ‘દંગલ’ માટે બેસ્ટ સપો‌િર્ટંગ એક્ટ્રસ જાહેર કરાઈ.
http://sambhaavnews.com/

You might also like