ત્રણ ભાગમાં બનશે અક્ષય કુમારની વેબ સિરીઝ

ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે ઇન્ટરનેટ પર શોની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે અને હવે અક્ષયકુમારની લોકપ્રિયતાનો લાભ મેળવવા માટે એક પ્રોડક્શન હાઉસે તેને પોતાની વેબ સિરીઝ માટે સાઇન કર્યો છે.

સૂત્રોની વાત માનીએ તો પોતાની આ ધમાકેદાર એન્ટ્રી માટે અક્ષયને ૯૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. હાલમાં ફિલ્મ ‘કેસરી’ની સફળતાનો આનંદ લઇ રહેલો અક્ષય પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં કમાલના સંતુલન માટે જાણીતો છે. તે સૌથી ઝડપથી ફિલ્મ કરતો બોલિવૂડ સ્ટાર પણ છે.

એક વર્ષમાં અક્ષયકુમારની ત્રણથી ચાર ફિલ્મ રિલીઝ થાય છે. અક્ષયની સફળતાનો સિક્કો આજે પણ એમ જ ચાલી રહ્યો છે, જેનું કારણ તેની સખત મહેનત અને જમીન સાથે જોડાયેલો સ્વભાવ છે. સૂત્રોનું કહેવું છે કે અક્ષયની વેબ સિરીઝ ‘ધ એન્ડ’ ત્રણ ભાગમાં બનાવાશે.

આ પહેલાં આ સિઝનનું શૂટિંગ અક્ષય ખૂબ જ જલદી શરૂ કરી દેશે, તેમાં આઠ એપિસોડ હશે. નિર્માતા ત્રણેય સિઝનને એક-એક કરીને ત્રણ વર્ષમાં રિલીઝ કરશે. આ વેબ સિરીઝ માટે અક્ષયે ખાસ શેડ્યૂલ બનાવ્યું છે, જેથી તેની અસર ફિલ્મોના શૂટિંગ પર ન થાય. •

You might also like