દેશભક્ત અક્ષયે બિરદાવી સૈનિકોની હિંમત

બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે સર્જિકલ સ્ટ્રાઇકની સબૂતી માંગનાર લોકો અને આર્ટિસ્ટસને પ્રતિબંધ કરવાની માંગ કરી રહ્યા છે તેવા લોકોને આડે હાથ લીધા છે. આવી રીતના નિવેદનો આપનાર લોકોએ અક્ષય કુમારે શરમ કરવા
કહ્યું છે. અક્ષયે જોર આપતાં કહ્યું છે કે પહેલા એ જવાનોની ચિંતા કરવી જોઇએ જેમને દેશના માટે જાન આપી છે.

અક્ષય કુમારે પોતાના ફેસબુર વોલ પર એક વીડિયો મેસેજ નાંખ્યો છે, આ મેસેજમાં અક્ષય કુમારે કહ્યું છે, ‘ આજે હું તમને એક સ્ટાર અથવા સેલીબ્રિટીની જેમ વાત કરી રહ્યો નથી, હું તમારી સાથે વાત કરી રહ્યો છું એક આર્મીમેનના
પુત્રની જેમ. કેટલાક દિવસોથી જોઇ રહ્યો છું કે ન્યૂઝ અથવા ન્યૂઝપેપરમાં પોતાના જ લોકો પોતાની સાથેના માણસો સાથે વિવાદો કરી રહ્યા છે. કોઇ સર્જિકલ સ્ટ્રાઇકનું સબૂત માંગી રહ્યા છે તો કેટલાક આર્ટિસ્ટ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે. કેટલાક ડરી રહ્યા છે કે યુદ્ધ થશે કે નહીં. અરે શરમ કરો.. આ વધા વિવાદો પછી કરજો, પહેલા એ તો જાણો સરહદ પર કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. 19 જવાન ઉરી એટેકમાં શહીદ થઇ ગયા છે. એક 24 વર્ષનો જવાન નિતિન યાદવ બારામુલામાં શહીદ થઇ ગયો. શું તેમના પરિવાર અથવા હજારો ફોજીઓના પરિવારોને ચિંતા થશે કે કોઇ ફિલ્મ રિલીઝ થશે કે નહીં?’ કોઇ આર્ટિસ્ટ બેન થશે કે નહીં? તેમની ફક્ત એક જ ચિંતા છે તેમનું ભવિષ્ય. અને આપણી ચિંતા છે તેમનું વર્તમાન અને ભવિષ્ય સારું હોવું જોઇએ. જો એ લોકો છે તો આજે હું છું. એ લોકા છે તો તમે છો, એ નહીં તો હિંદુસ્તાન નહીં, જય હિંદ…’

અક્ષયે આ પોસ્ટરથી જ્યાં સર્જિકલ સ્ટ્રાઇકના લબૂત માંગનારા લોકોને અરીસો બતાવ્યો છે. અક્ષયનો એક જ સંદેશ છે કે સૌથા પહેલા સરહદ પર લડનારા અમારા જવાન છે. સાથે જે જવાન આપણા દેશ માટે બલિદાન આપે છે, તેમના પરિવારની સુરક્ષા આપણી પહેલી ચિંતા હોવી જોઇએ.

You might also like