અક્ષયની ‘ટોયલેટ- એક પ્રેમકથા’ ફિલ્મનું નામ સાંભળી PM હસી પડ્યા

નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટર અક્ષય કુમાર પીએમ મોદીને મળવા માટે ગયા હતા. તેમની સાથેની મુલાકાતના ફોટોગ્રાફ્સ અક્ષયે ટવિટર હેડલર પર શેર કરવા સાથે કેપ્શન પણ શેર કરી છે. અક્ષય કુમારે ફોટો શેર કરવા સાથે લખ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યો, સાથે જ મને તેમની સાથે મારી ફિલ્મ ટોયલેટ એક પ્રેમકથા વિશે જણાવવાની તક મળી. ફિલ્મનું ટાઇટલ સાંભળીને તે હસ્યા અને મારો દિવસ સુધરી ગયો.

અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા દ્વારા પ્રધાનમંત્રીના સ્વચ્છતા અભિયાનને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે પોતાની ફિલ્મ દ્વારા શૌચાલ્યના મહત્વ પર રોશની પાડવાના છે. હાલમાં જ તેમણે છ મિનિટનો એક વીડિયો ટવિટ કર્યો, ‘ટાઇમ હે અપની સોચ ઓર શૌચ દોને કો બદલને કા..’ ફિલ્મમાં તેમની સાથે ભૂમિ પેડનેકર છે અને ફિલ્મને શ્રીનારાયણ સિંગ ડિરેક્ટ કરી રહ્યાં છે.

અક્ષય દેશની સમસ્યાઓ અને ભાવનાઓ અંગે જોડાયેલી ફિલ્મો પર ખાસ મહત્વ આપે છે. તેમની જોલી એલએલબી-2 દેશની કોર્ટમાં પડેલા કેસ પર ફોક્સ પાડતી હતી. તેમની ફિલ્મો દર્શકોને જોડવાનું કામ કરી રહી છે. બોલિવુડના કેટલાક અન્ય ડાયરેક્ટર અને એક્ટર આ વાતને સારી રીતે જાણે છે. આ ફિલ્મ 2 જૂનની જગ્યાએ 11 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

http://sambhaavnews.com/

You might also like