કેન્સરથી પીડિત સોનાલીને જોવા સૌ પહેલાં અક્ષયકુમાર ન્યૂયોર્ક પહોંચ્યો

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને હાઇગ્રેડ કેન્સરની બીમારી થઇ છે. તેણે આ બાબતની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. સોનાલી હાલમાં ન્યૂયોર્કમાં ઇલાજ કરાવી રહી છે. સોનાલી બેન્દ્રેને જોવા માટે બોલિવૂડ સ્ટાર અક્ષયકુમાર સૌથી પહેલાં ન્યૂયોર્ક પહોંચ્યો. આ બંને વન્સ અપોન ટાઇમ ઇન મુંબઇ દોબારા, તરાઝુ, સપૂત અને અંગારે જેવી ફિલ્મમાં સાથે કામ કરી ચૂકયા છે.

અક્ષયને સોનાલીના કેન્સરની જાણ થઇ અને તરત જ તે તેને મળવા હોસ્પિટલ પહોંચી ગયો. અક્ષયે કહ્યું કે સોનાલી એક ફાઇટર છે. ઇશ્વર તેનું આરોગ્ય સુધારવામાં મદદ કરશે. સોનાલીને કેન્સરનું નિદાન થયું છે. આ કેન્સર મેટેસ્ટેટિક છે. સોનાલી હાલમાં અમેરિકાના ન્યૂયોર્કમાં છે અને સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં પોતાનો ઇલાજ કરાવી રહી છે. તેની સાથે તેનો પુત્ર રણવીર બહેલ પણ છે. સોનાલીનાં લગ્ન વર્ષ ર૦૦રમાં થયાં હતાં અને ર૦૦પમાં તેના પુત્રનો જન્મ થયો હતો.
બોલિવૂડ સેલિબ્રિટીઝે દુવા માગી

આશા રાખું છું કે ખૂબ જ ઝડપથી તારી રિકવરી થશે. એક સાચી યોદ્ધાને શકિત અને વધુ પ્રેમ મળે તેવી પ્રાર્થના.
– કરણ જોહર
હું ખૂબ જ દુઃખી છું. ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરું છું. તને બધી જ પોઝિટિવિટી મળે તેવી આશા રાખું છું.
– રિતેશ દેશમુખ
આ સમય ખૂબ જ જલદી પસાર થઇ જશે. તું ખૂબ જ પાવરફુલ અને અદભુત વ્યકિત છે. અમે તારી સાથે છીએ.
– નેહા ધૂપિયા
કેન્સર સામે ફાઇટ કર. એને જીતવા ન દેતી સોનાલી. – રાજકુમાર રાવ
મારી સૌથી પ્રિય એવી સોનાલી તારામાં સૌથી વધુ વિલ પાવર છે. તારા માટે ભગવાનને પ્રાર્થના. ગેટ વેલ સૂન.
– દિવ્યા દત્તા
તને આ બીમારી સામે લડવાની શકિત મળે એવી પ્રાર્થના. મારો પ્રેમ અને શુભેચ્છા તારી સાથે છે.
– મનીષ મલ્હોત્રા

You might also like