જવાનોને મદદના મુદ્દા પર અક્ષય કુમાર મળ્યો ગૃહ સચિવને

નવી દિલ્હી: અભિનેતા અક્ષય કુમારે આજરોજ જવાનોની મદદના મુદ્દે કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સાથે મુલાકાત કરી. માનવામાં આવી રહ્યું છે કે આ મુલાકાતમાં અક્ષયે કેન્દ્રીય ગૃહ સચિવની સાથે અર્ધસૈનિક અને પોલીસ બળના લાખો પુરુષ અને મહિલા કર્મીઓને સારી નાણાંકીય સહાયતા પૂરી પાડવાની સંબોધિત મુદ્દા પર ચર્ચા કરી. અક્ષયે મહર્ષિ સાથે એમના નોર્થ બ્લોક કાર્યાલયમાં મુલાકાત કરી.

માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારએ ગૃહ મંત્રાલય હેઠળ આવતાં CRPF, BSF, ITBP, CISF
અને SSB ના અધિકારીઓ અને જવાનો સાથે સંબંધિત મુદ્દા પર ચર્ચા કરી છે. અક્ષયે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એના સંબંધિત એક વિચાર રજૂ કર્યો હતો જેમાં તેણે આ પ્રકારની એક એપ્લીકેશન બનાવવા માટેનું સૂચન કર્યું હતું.

આ એપ્લીકેશન દ્વારા દેશનો કોઇ પણ નાગરિક દેશ માટે પોતાનું કર્તવ્ય નિભાવતા બલિદાન કરનારા અથવા કોઇ અભિયાનમાં ઘાયલ થનારા કોઇ પણ સૈનિકોને નાણાંકીય અથવા બીજી મદદ આપી શકશે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે BSFના મહા નિર્દેશક કે કે શર્માએ પણ મંત્રાલયમાં કુમાર સાથે મુલાકાત કરી છે. એ દરમિયાન લોકોએ તેમણે ઘેરી લીધા.

You might also like