Categories: Entertainment

બેટમેન…નહીં નહીં…’પેડમેન’

શાળાનું શિક્ષણ અડધેથી છોડી દેનાર કોઇ વ્યક્તિ સમાજમાં ક્રાંતિ કરી શકે? યસ. બધા નહીં પણ કોઇક તો એવું કરી શકે. આવી ક્રાંતિ કરવા નીકળી પડેલો કોઇમ્બતુરનો અરુણાચલમ મુરુગનાન્થમ આવો અપવાદ રૂપ ઇન્સાન છે. તેણે હાથ ધરેલા મિશનને કેન્દ્રમાં રાખીને અક્ષય-પત્ની ટ્વિંકલ ખન્નાએ ફિલ્મ નિર્માણનું કામ હાથ ધર્યું છે. અફકોર્સ, અરુણાચલમનું પાત્ર અક્ષયકુમાર જ ભજવવાનો છે. ધીમી પણ મક્કમ ગતિએ એક સામાજિક ક્રાંતિને આકાર આપી રહેલા અરુણાચલમની જીવનકથામાં એક પ્રેમકથા પણ છે. વાસ્તવમાં અરુણાચલમની સામાજિક ક્રાંતિના મૂળમાં આ પ્રેમકથાની સોગાદ રૂપ જીવનસંગિની બનેલી પત્નીની સ્ત્રી-જીવન સાથે સંકળાયેલી પારાવાર શારીરિક અને માનસિક વ્યથાની કથા છે. પોતાની પત્નીની સમસ્યાને હળવી કરવા આદરેલા અથાગ પ્રયાસો પછી પોતાના આવિષ્કારનો લાભ સમાજની અશિક્ષિત, અર્ધશિક્ષિત, ગરીબ અને સામાન્ય જીવન જીવતી ગામડાંની અને ઝૂંપડામાં રહેતી, મજૂરી કરતી તમામ મહિલાઓને મળે એવી ઝુંબેશ અરુણાચલમે ઝનૂનપૂર્વક શરૂ કરી છે.

એ ઝુંબેશ એટલે સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન સેનિટરી પેડનો ઉપયોગ કરતાં કરવાની ઝુંબેશ. એ માટે તેમણે સસ્તા સેનિટરી પેડ બનાવી શકાય એવા મશીનનો આવિષ્કાર કર્યો છે, જેથી સાવ સામાન્ય વર્ગની સ્ત્રી પણ તેનો સહેલાઇથી ઉપયોગ કરી શકે. પોતાની પત્નીને અનહદ પ્રેમ કરતાં અરુણાચલમથી માસિક પીરિયડની તેની તકલીફ જોઇ શકાતી નહોતી. એ તકલીફ હળવી કરવામાં સફળ થયા પછી અરુણાચલમે જે સામાજિક ક્રાંતિનાં મંડાણ કર્યાં તેની કથા ફિલ્મમાં છે. યથાર્થ રીતે જ ફિલ્મને નામ અપાયું છે – ‘પેડમેન’… બેટમેન નહીં, ‘પેડમેન’.

અક્ષય-પત્ની ટ્વિંકલ ખન્ના લેખન તરફ વળી છે અને સારું લખે છે. તેમના ‘પુસ્તક ધ લિજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ’માં આ અરુણાચલમની કથા આલેખી છે. ‘ધ સેનિટરી મેન ઇન અ સેક્રેડ લેન્ડ’ શીર્ષક હેઠળ લખેલા એ પ્રકરણની ભૂમિકા દર્શાવતાં ટ્વિંકલ કહે છે કે તે તેમની એક અખબારી કૉલમમાં માસિક ધર્મ વિશે લખવા માટે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરી રહી હતી ત્યારે અરુણાચલમની વાત તેમના ધ્યાનમાં આવી. તેની શોધ વિશે જાણ્યું ત્યારે તો તેને શત શત વંદન કરવાનું મન થયું. તેમના સંપર્ક માટે ઘણાં ફોન કર્યા. અક્ષયે ઇ-મેઇલ કર્યા પણ કોઇ જવાબ નહીં. આખરે એક વાર વાત થઇ. એ પછી અનેક મિટિંગ પછી તેમણે ‘પેડમેન’ ફિલ્મ માટે સંમતિ આપી.

વાત સાંભળતાની સાથે જ ઘણાંને સૂગ ચઢે તેવો આ વિષય લાગવા છતાં તેને રસપ્રદ ફિલ્મમાં ઢાળવાનું સાહસ સૂઝતું હોય તો એ પણ સલામને યોગ્ય જ છે, કેમ કે આજે પણ અસંખ્ય પરિવારોમાં રજસ્વલા સ્ત્રીને ખૂણો પાળવો પડે છે. આજે પણ સમાજમાં તેના વિશે અનેક પ્રકારના આગ્રહ-પૂર્વગ્રહ પ્રવર્તે છે. આજે પણ ૭૫ ટકા શહેરી શિક્ષિત યુવતીઓ સેનિટરી નેપ્કિન ખરીદ્યા પછી તેને કાગળમાં કવર કરીને લઇ જવાનું પસંદ કરે છે. નેવું ટકા મહિલાઓ ઋતુકાળ દરમિયાન પૂજાપાઠ અને મંદિરે જવાનું ટાળે છે. સિત્તેર ટકા સ્ત્રીઓ અથાણાંને સ્પર્શ નથી કરતી. ઉત્તર ભારતમાં તો ત્રીસ ટકા કિશોરીઓ પીરિયડ્સને કારણે શાળાએ જવાનું બંધ કરી દે છે. જે સમાજની સ્ત્રીઓનાં જીવનમાં સ્ત્રીસહજ ઋતુકાળ અંગે અનેક પ્રકારની ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોય અને સ્ત્રીઓ જે પીડા અનુભવતી હોય તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવતું હોય, એવા સમાજમાં અરુણાચલમ જેવી વ્યક્તિનું કાર્ય સામાજિક ક્રાંતિ જેવું જ ગણાય અને તેના જીવન પરથી બનનારી ફિલ્મ એક સામાજિક આવશ્યક્તા પણ ગણાય. આજકાલ વિચારપ્રેરક ફિલ્મો પણ સફળ થાય જ છે અને આ તો સ્ત્રીજીવનની મહત્ત્વની સમસ્યાને વાચા આપતી ફિલ્મ છે એટલે કમ સે કમ સમાજનો આ પચાસ ટકા જેટલો વિશાળ દર્શકવર્ગ તો ફિલ્મને મળી જ રહેશે. કોઈ શક!

Krupa

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

7 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

8 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

9 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

9 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

9 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

9 hours ago