Gold Review: અક્ષયની “ગોલ્ડ” ફિલ્મ એટલે દેશ પર ગૌરવ કરવો

રીમા કાગતીની ગોલ્ડને માટે આ બિલકુલ ખરાખરીનો સમય છે. સ્વતંત્રતા દિવસની ગર્વીલી ભાવનાઓ અને સામે આવ્યો રમતોની નવી ઋતુ, એશિયાઇ ખેલ, ચક દે ઇન્ડીયા (2007) અને સૂરમા (2018) બાદ ગોલ્ડ હોકી મેદાન એક અલગ જ વાર્તા છે.

એક એવો ખેલ કે જેમાં દુનિયામાં ભારતની ક્યારેક તૂતી બોલતી હતી. 1948 પહેલાની રમત ઇતિહાસમાં આપણી ટીમોએ બ્રિટિશ ઇન્ડીયાનાં નામથી ઉતરતી હતી અને જીતવા પર ગોરાઓનાં ધ્વજ ફરકતાં હતાં.

પરંતુ ગોલ્ડ 1948ની લંડન ઓલમ્પિક રમતોમાં ભારતીય ટીમ દ્વારા અંગ્રેજોને તેઓનાં જ મેદાન પર કારમો પરાજય આપ્યાં હોવાની પણ એક કહાની છે. જ્યારે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય ખેલ મંચ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. આ એક હકીકત છે કે જેનાં સત્ય હોવા પાછળ અનેક કહાનીઓ છે. રીમાએ તે જ કહાની અને સપનાઓને જોડીને આ ફિલ્મ બનાવવામાં આવેલ છે.

ગોલ્ડ તપન દાસ (અક્ષય કુમાર) અને 1936માં બર્લિન (જર્મની) ઓલમ્પિકમાં સુવર્ણ પદક જીતનારી ભારતીય હોકી ટીમની સાથે શરૂ થાય છે. જીતતા ભારતીય છે અને મેદાનમાં ઝંડા બ્રિટેનનો લહેરાવવામાં આવે છે. હવે દરેકનું સપનું છે કે જીતવા પર ભારતનાં ધ્વજને સલામી મળે. તપન આ ટીમનાં જૂનિયર મેનેજર છે. કેટલાંક વર્ષોમાં વિશ્વયુદ્ધ છેડાઇ જાય છે અને 1940 અને 1944નાં ઓલમ્પિક રદ થઇ જાય છે.

1946 આવતા-આવતા નક્કી થાય છે કે 1948માં ઓલમ્પિક થશે અને તપન દાસ ફરીથી હોકી એસોસિયેશન સાથે જોડાઇને ટીમ બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. જ્યાં સુધી ટીમ બને છે ત્યાં સુધી દેશનું વિભાજન થઇ જાય છે અને અડધા ખેલાડી પાકિસ્તાન ચાલ્યાં જાય છે. હવે શું થશે? શું ઘણાં અગત્યનાં સમયમાં ટીમ બની જશે અને આઝાદ ભારતને માટે સુવર્ણપદક જીતવાનું સપનું શું પૂર્ણ થશે?

ગોલ્ડ સપનું સત્ય થવાની વાર્તા છે. ફિલ્મને રીમાએ ટીમની સાથે વિસ્તારથી લખી અને ઐતિહાસિક સ્થિતિઓને બારીકાઇથી દર્શાવી છે. અહીં ઘટનાઓનો ફેલાવો છે. જેથી ફિલ્મની લંબાઇ 154 મિનીટ થઇ ગઇ છે. તપન દાસનો અભિનય રોચક છે પરંતુ તેને દારૂની લત સાથે જોડીને ડ્રામેબાજ બનાવવામાં આવેલ છે. ફિલ્મમાં અક્ષય પર ફોકસ છે.

એક રિયાસતમાં હોકી રમવાવાળા રાજકુમારનાં રૂપમાં અમિત સાધ અને ધ્યાનચંદ ઉર્ફે સમ્રાટ બનેલ કૃણાલ કપૂરને પણ પર્યાપ્ત જગ્યા મળી છે. વિનીત કુમાર સિંહે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. તપનની પત્નીનાં રૂપમાં મૌની રોય ઠીક લાગી. જો કે તેઓની ભૂમિકા વાર્તામાં વિશેષ ઉલ્લેખનીય નથી. નિર્દેશકે 1940નાં દશકને ઉભરાવવા માટે સૌથી વધારે સમયની વેશભૂષાની મદદ લી. એવું કહી શકાય કે ગોલ્ડ અક્ષય કુમારનાં દેશભક્તિ બ્રાન્ડવાળું સિનેમા છે.

Dhruv Brahmbhatt

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

14 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

14 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

15 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

15 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

15 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

15 hours ago