હિરો કરતા વિલને વસુલી વધારે ફી : અક્ષયે વસુલ્યા કરોડો રૂપિયા

નવી દિલ્હી : બોલિવૂડનાં ત્રણેય ખાનને પાછળ પાડીને અક્ષય કુમાર કમાણીનાં બધા જ રેકોર્ડ તોડવા વધી રહ્યો છે. અક્ષય કુમારે તેની અપકમિંગ ફિલ્મ રોબોર્ટ ટૂ પોઇન્ટ ઓ માટે સુપર સ્ટાર રજનીકાંતથી વધુ ફી વસુલી છે.

માનવામાં આવે છે કે રજનીકાંત દુનિયામાં જેકીચેન બાદ બીજા સૌથી મોંઘા એક્ટર છે. પણ અક્ષય કુમારે આ ફિલ્મ માટે તેમનાં કરતાં પણ વધુ ફી વસુલી છે. તો આ પહેલાં અક્ષય કુમાર જોલી એલએલબી-2 માટે 50 કરોડ રૂપિયાથી વધુની ફી વસુલી હતી.

અત્રે ઉલ્લે્ખનીય છે કે અક્ષય કુમાર વર્ષની લિમિટેડ મુવી જ બનાવે છે. જો કે તે ફિલ્મો મોટે ભાગે હીટ હોય છે સામે તે પણ ફિલ્મો માટે તગડી ફી વસુલ કરે છે. બીજી તરફ બોલિવુડમાં સૌથી વધારે ટેક્સ ચુકવતા સ્ટાર્સ પૈકી તે એક છે.

You might also like