દેશભક્તિના પાઠ ભણાવનાર અક્ષય નથી ભારતીય નાગરિક : દીપિકા અને આલિયા

અમદાવાદ : ફેસબુક પર ગત્ત ઘણા દિવસોથી દેશભક્તિનો પાઠ ભણાવનાર અને વીડિયો દ્વારા ચર્ચામાં આવેલા અક્ષય કુમાર પોતે જ ભારતમાં મતદાન કરી શકે નતી. તેને આ અધિકાર જ નથી આપવામાં આવ્યો કે તે કોઇ પણ ચૂંટણી દરમિયાન મતદાન કરે. આ જ કારણે હાલમાં જ બીએમસી ચૂંટણીમાં જ્યારે તમામ પ્રખ્યાત સ્ટારને મીડિયાનાં કેમેરાએ વોટિંગ દરમિયાન કોઇને કોઇ બુથની બહાર જોયા પરંતુ અક્ષય કુમારને જોઇ શક્યા નહોતા.

વાત જાણે એવી છે કે અક્ષય કુમાર હવે હિન્દુસ્તાની નાગરિક નથી, પરંતુ તે કેનેડિયન નાગરિક છે. ઘણા સમય પહેલા કેનેડાની સરકારી તેને જ્યારે કેનેડાનું નાગરિકત્વ ઓફર કર્યું હતું તો તેણે આ નાગરિકત્વ સ્વિકાર્યું હતું. જો કે ભારતનો કાયદો 2 દેશોની નાગરિકતા રાખવાની પરવાનગી નથી આપતો તે હવે ભારતનાં નાગરિક નથી.

આ જ કારણ છે કે આપણને બધાને દેશભક્તિ પર કેટલીક સુપરહિટ ફિલ્મો આપનાર બોલિવુડ સ્ટાર અક્ષયકુમાર ભારતમાં થઇ રહેલા કોઇ પણ ચૂંટણીમાં મત્ત આપી શકતો નથી. એવું નથી કે માત્ર અક્ષય કુમાર એકમાત્ર એવો સ્ટાર છે. પરંતુ આ યાદીમાં દીપિકા પાદુકોણ, ઇમરાન ખાન, કેટરિના કેફ અને આલિયા ભટ્ટના નામનો પણ સમાવેશ થાય છે.

You might also like