અક્ષય SIT સમક્ષ હાજર: બાદલ-રામરહીમની મિટિંગ કરાવ્યાનો ઈનકાર

નવી દિલ્હીઃ શ્રી ગુરુગ્રંથ સા‌િહબના અપમાન અને ત્યાર બાદ થયેલી હિંસાની બાબતમાં આજે ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થશે. આ સીટ પંજાબ સરકારે બનાવી છે. અક્ષયકુમાર ઉપરાંત પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલને પણ આ મામલે સીટે બોલાવ્યા હતા.
સીટ પ્રકાશસિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીરસિંહ બાદલની ચંડીગઢમાં પહેલાં જ પૂછપરછ કરી ચૂકી છે. સીટે બોલિવૂડના અભિનેતા અક્ષયકુમારને અમૃતસરના બદલે ચંડીગઢમાં હાજર થવાનો વિકલ્પ આપ્યો હતો.
ત્રણ વર્ષ પહેલાં પંજાબમાં શ્રી ગુરુગ્રંથ સા‌િહબ અને અન્ય ગ્રંથનું અપમાન થયું હતું. ત્યાર બાદ ત્યાં હિંસા ભડકી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગ દરમિયાન પોલીસ ફાયરિંગમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. કેપ્ટન અમરિંદરસિંહની સરકારે આ ઘટનાઓ અને ફાયરિંગ બાબતોની તપાસ માટે જસ્ટિસ રણજિતસિંહ આયોગનું ગઠન કર્યું હતું. આયોગે ઘણા મોટા નેતાઓની ભૂમિકા પર સવાર ઉઠાવ્યા હતા.
અક્ષયકુમાર પર આક્ષેપ હતો કે તેમણે રામરહીમસિંહને માફી અપાવવા મીડિયેટરનું કામ કર્યું હતું. અક્ષયે તેની સામેના તમામ આરોપો નકારતા કહ્યું હતું કે તેણે કોઈ મિટિંગ કરાવી નથી કે તે ક્યારેય રામરહીમને મળ્યો નથી.

You might also like