Video : અક્ષય કુમારની ફિલ્મ ‘એરલિફ્ટ’નું ટ્રેલર થયું રિલિઝ

મુંબઇ: સુપરસ્ટાર અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘એરલિફ્ટ’નું ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરને જોતાં લાગી રહ્યું છે કે ફરી એકવાર અક્ષય કુમાર ‘બેબી’ અને ‘સ્પેશિયલ 26’ જેવી વધુ એક શાનદાર ફિલ્મ લઇને આવી રહ્યાં છે.

‘એરલિફ્ટ’ 1990-91 ઇરાક-કુવૈત યુદ્ધ દરમિયાન કુવૈતથી ભારતીયોને સ્થળાંતર કરવા પર આધારિત છે. આ ફિલ્મ 1990ની વાસ્તવિક ઘટના પર આધારિત છે જેમાં અક્ષય કુમાર એક કુવૈતી બિઝનેસમેન રંજીતની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે તેને ખબર પડે છે કે તેના લોકો મુશ્કેલીમાં છે તો તે કુવૈતમાં ફસાયેલા 1,70,000 ભારતીયોને સુરક્ષિત કાઢવાનો માર્ગ શોધવા લાગે છે. રંજીતની મદદથી આ ભારતીય ઇરાકી હુમલાથી બચી જાય છે અને કેટલાક કિલોમીટરોનું અંતર કાપી અમ્મામ પહોંચી છે, જ્યાં માનવ ઇતિહાસનું સૌથી મોટું પલાયન થાય છે.

આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે નિમરત કૌર મુખ્ય ભૂમિકામાં છે. અક્ષય કુમારની સાથે નિમરતની આ પહેલી ફિલ્મ છે. આ પહેલાં તે ‘લંચબોક્સ’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ 22 જાન્યુઆરી 2016ના રોજ રિલીજ થશે. ફિલ્મના નિર્દેશક રાજા કૃષ્ણા મેનન છે.

You might also like