ટેલેન્ટની સાથે સાથે કિસ્મત પણ જોઈઅેઃ અક્ષયકુમાર

મુંબઈની હજારો છોકરીઅોને માર્શલ અાર્ટની ટ્રેનિંગ અાપીને તેમનામાં સુરક્ષાની ભાવના જગાવનાર અક્ષયકુમાર પ્રતિભા કરતાં વધુ પ્રારબ્ધને માને છે. તેનું કહેવું છે કે વ્યક્તિમાં ભલે ગમે તેટલી ટેલેન્ટ હોય, પરંતુ કિસ્મત સાથ ન અાપે તો તે વ્યક્તિ યોગ્ય મુકામે પહોંચી શકતી નથી. અક્ષયનું અસલી નામ રાજીવ હરિઅોમ ભાટિયા છે. દિલ્હીના ચાંદનીચોકની ગલીઅોમાં પોતાનું બાળપણ વિતાવનાર અક્ષયની જિંદગીમાં ઘણા ચઢાવ-ઉતાર અાવ્યા હતા. એવું કહેવાય છે કે યોગ્ય રીતે અભ્યાસ ન કરવા બદલ તેના પિતાઅે તેને માર પણ માર્યો હતો. પિતાઅે પૂછ્યું કે ભણીશ નહીં તો શું કરીશ, જવાબમાં તેણે કહ્યું હતું કે હું હીરો બનીશ.

અક્ષય દિલ્હીથી જ્વેલરી લાવીને મુંબઈમાં વેચતો હતો. કોલકાતામાં એક ટ્રાવેલ્સ એજન્ટના ત્યાં પણ નોકરી કરી અને એક હોટલમાં વેઇટરનું કામ પણ કર્યું. બેંગકોકમાં માર્શલ અાર્ટ્સ શીખ્યો. પોતાની ૨૬ વર્ષની ફિલ્મી કરિયરમાં ૧૦૦થી વધુ ફિલ્મ કરનાર ‘ખિલાડીઅો કે ખિલાડી’અે પોતાની પહેલી ફિલ્મમાં સાત સેકન્ડનો રોલ કર્યો હતો. સવારે જલદી ઊઠવાની અાદતવાળા અક્ષયનું માનવું છે કે વ્યક્તિ જેવી પણ હોય તેણે સૌથી પહેલાં સારી વ્યક્તિ બનવું જોઈઅે. અક્ષય કહે છે કે હું પણ રાજેશ ખન્ના પાસે કામ માગવા ગયો હતો. તે સમયે તેઅો ‘જય જય શિવ શંકર’ બનાવી રહ્યા હતા. તેમની ફિલ્મમાં કામ ભલે ન મળ્યું, પરંતુ કિસ્મતે મને તેમનો જમાઈ બનાવી દીધો. •
http://sambhaavnews.com/

You might also like