અક્ષર આઇપીએલનો ૧૧મો હૅટ-ટ્રિકમૅન

અમદાવાદઃ અક્ષર પટેલ આઇપીએલના ઇતિહાસમાં અગિયારમો હૅટ-ટ્રિક લેનાર બોલર બની ગયો છે. તેણે આ સિદ્ધિ ગઈ કાલે ગુજરાત લાયન્સ સામે મેળવી હતી. અમિત મિશ્રા ત્રણ વાર અને યુવરાજ સિંહ બે વાર હૅટ-ટ્રિક લઈ ચૂક્યા છે. આઇપીએલની પહેલી સિઝનમાં સૌથી પહેલી હૅટ-ટ્રિક લક્ષ્મીપતિ બાલાજીએ ચેન્નઈની ટીમ વતી પંજાબ સામે લીધી હતી. ૨૦૧૫ના વર્ષની આઇપીએલમાં કોઈએ હૅટ-ટ્રિક નહોતી લીધી. અક્ષરની હૅટ-ટ્રિક આઇપીએલની ૧૪મી ઘટના છે.

કોની ક્યારે હૅટ-ટ્રિક?: (૧) લક્ષ્મીપતિ બાલાજી, વર્ષ ૨૦૦૮ (૨) અમિત મિશ્રા, વર્ષ ૨૦૦૮ (૩) મખાયા ઍન્ટિની, વર્ષ ૨૦૦૮ (૪) યુવરાજ સિંહ, વર્ષ ૨૦૦૯ (૫) રેાહિત શર્મા, વર્ષ ૨૦૦૯ (૬) યુવરાજ સિંહ, વર્ષ ૨૦૦૯ (૭) પ્રવીણકુમાર, વર્ષ ૨૦૧૦ (૮) અમિત મિશ્રા, વર્ષ ૨૦૧૧ (૯) અજિત ચંડિલા, વર્ષ ૨૦૧૨ (૧૦) સુનીલ નારાયણ, વર્ષ ૨૦૧૩ (૧૧) અમિત મિશ્રા, વર્ષ ૨૦૧૩ (૧૨) પ્રવીણ તામ્બે, વર્ષ ૨૦૧૪ (૧૩) શેન વૉટ્સન, વર્ષ ૨૦૧૪ અને (૧૪) અક્ષર પટેલ, વર્ષ ૨૦૧૬.

You might also like