કાશ્મીરની પરિસ્થિતી માટે પાકિસ્તાન જવાબદાર : પર્રિકર

વોશિંગ્ટન : સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરે કહ્યું કે ભારત સરકાર કાશ્મીર ખીણની બગડેલી પરિસ્થિતીનું સમાધાન શોધવા માટે તત્પર છે. સાથે જતેમણે આરોપ લગાવ્યો કે કાશ્મીરમાં સીમા પારથી હિંસા વકરે તે પ્રકારનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અમેરિકાનાં સંરંક્ષણ મંત્રી એશ્ટન કાર્ટરની સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કાશ્મીરની પરિસ્થિતી અંગેનાં સવાલનાં જવાબમાં પર્રિકરે જવાબ આપ્યો હતો. પર્રિકરે કહ્યું કે ભારત સરકાર સંપુર્ણ રીતે સક્રિય છે. સીમા પારથી હિંસા વકરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પર્રિકરે કહ્યું કે કર્ફ્યું પહેલા જ હટાવી લેવાયો છે. એક સર્વદળીય પ્રતિનિધિ મંડળ પણ ત્યાં જઇ રહ્યું છે. કાશ્મીરમાં એક સરકાર છે જે લોકશાહી રીતે ચુંટાઇ છે અને મુખ્યમંત્રી કાશ્મીર ખીણનાં જ છે. તમારે તેમની પત્રકાર પરિષદ જોવી જોઇએ, જેમાં તેમણે કહ્યું કે ખીણમાં કેટલાક ગણત્રીનાં લોકો ઉપદ્રવ મચાવી રહ્યા છે.

મુખ્યમંત્રીની આ ટીપ્પણી ખીણમાં કર્ફ્યું હટાવી લેવાયા છતા પણ અલગતાવાદીઓ દ્વારા બંધ યથાવત્ત રાખવાની હાકલ બાદ આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ ચાર સપ્ટેમ્બરે એક સર્વદળીય બેઠક પ્રતિનિધિ મંડળ લઇને શ્રીનગર પહોંચશે. જ્યારે સ્થાનિક નેતાઓ સાથે સર્વદળીય બેઠક યોજાશે. જેનો ઉદ્દેશ્ય ખીણનાં સંકટનો અંત લાવવાનો હશે.

અલગતાવાદીઓ દ્વારા બંધને 1 સપ્ટેમ્બર સુધી વધારી દેવામાં આવ્યો છે. લોકોને સામાન્યજનજીવન ચાલુ નહી કરવા માટે અપીલ કરી છે. કર્ફ્યું હટાવી લેવામાં આવ્યો હોવા છતા પણ મોટા ભાગની બજારો મંગળવારે પણ બંધ રહી હતી. કાશ્મીરમાં પણ કોઇ આવનજાવન કે વ્યવહાર જોવા મળ્યો નહોતો. 53 દિવસથી તમામ શૈક્ષણીક સંસ્થાઓ પણ બંધ છે અને તમામ વ્યવહાર બંધ છે.

You might also like