આજે અખિલેશ કરશે દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન, જાણો તેની ખાસિયત

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટીના મુખિયા મુલાયમ સિંહ યાદવ સોમવારે દેશના સૌથી લાંબા આગરા- લખનઉ એકપ્રેસ હાઇવેનું લોકાર્પણ કરવાના છે. 6 લેન ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ હાઇવેનું લોકર્પણ ઉન્નાવ જિલ્લાના બાંગરમઉમાં કરવામાં આવશે. આજે 11 ફાઇટર પ્લેન આ એક્સપ્રેસ વે પર લેન્ડ કરશે અને ટેક ઓફ પણ કરશે. ઉત્તર પ્રદેશનો દાવો છે કે એક્સપ્રેસ વેના મુખ્ય કેરિજવેનું નિર્માણ 23 મહિના રેકોર્ડ સમયથી કરવામાં આવ્યું હતું. એક્સપ્રેસ વે આગરાથી શરૂ થઇને ફિરોઝાબાદ, મેનપુરી, ઇટાવા, ઔરેયા, કન્નૌજ, હરદોઇ, કાનપુરસ ઉન્નાવ થઇને લખનઉ સુધી પહોંચી હતી. 302 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસને કારણે આગરાથી લખનઉનું અંતર અઢીથી ત્રણ કલાકમાં કાપી શકાશે. જ્યારે દિલ્હીથી લખનઉનું અંતર 5થી 6 કલાકમાં કાપી શકાશે.
બેંગ્લોર અને ગંજ મુરાબાદની વચ્ચે ત્રણ કિલોમીટરના સ્ટ્રેચને ફાઇટર જેટ લેન્ડિંગ અને ટેક ઓફ માટે પસંદ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીએ બાબત અંગે જાણી શકાયુ નથી કે એક્સપ્રેસ વે પર વાયુસેનાના કયા કયા ફાઇટર જેટ ઉડાણ ભરશે. યૂપી સરકાર પ્રમાણે વિપરિત પરિસ્થિતીમાં ભારતીય વાયુ સેના અને ફાઇટર વિમાનોના ઓપરેશન માટે એક્સપ્રેસ વે પર દેશનો પહેલા એર સ્ટ્રિપનું નિર્માણ થયું છે. હાલમાં જ અખિલેશ યાદવે જણાવ્યું છે કે આગરા લખનઉ એક્સપ્રેસ વે પર બે વર્ષ કામ ચાલ્યું છે. આટલા ઓછા સમયમાં અત્યાર સુધી કોઇ પણ સરકારે એક્પ્રેસવેનું કામ પૂર્ણ કર્યું નથી.

visit: sambhaavmews.com

You might also like