બલરામ સિંહનો ઇમોશનલ અત્યાચાર, સપા મારી માતા તથા મુલાયમ સિંહ પિતા જેવા છે

લખનઉ: સમાજવાદી પરિવારમાં કોમી એકતા દળના વિલય અને તેના નેતા મુખ્તાર અંસારીના આવતાં ઘમાસાણ મચી ગયું છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક તરફ પોતાની નારાજગી વ્યક્ત કરતાં આ વિલયના મીડિએટર બલરામ સિંહ યાદવને મંત્રી પદેથી સસ્પેંડ કરી દીધા, તો બીજી તરફ રસપ્રદ વાત એ છે કે સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ લખનઉમાં હોવાછતાં તેમને આ કાર્યવાહીની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે કારણ બતાવ્યા વિના કેબિનેટ મંત્રીની હકાલપટ્ટી કરી દીધી. બલરામ સિંહ યાદવ મુલાયમ સિંહના ખાસ કહેવાય છે, જો કે આ કાર્યવાહીથી સપા પ્રમુખ અને અખિલેશના પિતા નારાજ થઇ ગયા છે. અખિલેશના આ ફેંસલાને યાદવ પરિવારમાં પરસ્પરના અંતરની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યો છે.

બીજી તરફ સૂત્રોના દ્વારા મળતી માહિતી અનુસાર કોમી એકતા દળનું સમાજવાદી પાર્ટીમાં વિલિનિકરણ રદ થઇ શકે છે. મંગળવારે કોમી એકતા દળનું સપામાં વિલિનિકરણ થયું હતું.

આ દરમિયાન સસ્પેંડ કરવામાં આવ્યા બાદ બલરામ સિંહ યાદવે સમાજવાદી પાર્ટીને પોતાનું જીવન ગણાવ્યું છે. એટલું જ નહી આ દરમિયાન તે મીડિયાની સામે રડી પડ્યા. રડતાં રડતાં બલરામ યાદવે કહ્યું કે પાર્ટી તેમની માતા છે અને મુલાયમ તેમના પિતાની માફક છે. અને આ સંબંધ ક્યારેય બદલાવવાના નથી.

અખિલેશ કહ્યું બરોબર કામ કરે સપા કાર્યકર્તા
જૌનપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં અખિલેશે આ વિશે કહ્યું કે સપા કાર્યકર્તા જો બરોબર કામ કરે તો બીજી પાર્ટીની કોઇ જરૂર નથી. જ્યારે યૂપીમાં સપાના ઘણી ટુકડીઓ કોમી એકતા દળનું પાર્ટીમાં વિલિનિકરણ થતાં જશ્નનો માહોલ રહ્યો હતો, તે સમયે સીએમ અખિલેશ યાદવની આ રાજકીય ઉથલપાથલથી નાખુશીએ પાર્ટીમાં હલચલ મચાવી દીધી.

વિલિનિકરણના થોડા કલાકોમાં જ અખિલેશનું મોટું પગલું
વિલિનિકરણના થોડા કલાકોમાં જ અખિલેશે આકરાં પગલાં ભરતાં બલરામ યાદવની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરી દીધી. માનવામાં આવી રહ્યું છે કે બલરામ હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવી છે કારણ કે આ વિલયમાં મહત્વપૂર્ણ ભૂમિકા તેમની હતી. બાદમાં અખિલેશે કહ્યું કે જો સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા મહેનત કરે તો ચૂંટણી જીતવા માટે કોઇ બીજી પાર્ટીની જરૂર નથી.

સાંપ્રદાયિક તાકતોને રોકવા માટે આપ્યો હવાલો
આ પહેલાં સપામાં મુખ્તાર અંસારીની કોમી એકતા દળના વિલિનિકરણના સમાચારે યૂપીના રાજકારણમાં મોટો હડકંપ મચાવી દીધો છે. ઠેર ઠેર સપા અને કોમી એકતા દળના કાર્યકર્તા જશ્ન મનાવતાં દેખાઇ રહ્યાં છે. કોમી એકતા દળના નેતાઓનું કહેવું છે કે સાંપ્રદાયિક તાકતોને રોકવા માટે તેમણે સપામાં વિલયનો ફેંસલો કર્યો છે.

માધ્યમિક શિક્ષણમંત્રીના પદેથી સસ્પેંડ થયા બલરામ
મુખ્યમંત્રીએ બલરામ યાદવને માધ્યમિક શિક્ષણ મંત્રીના પદેથી સસ્પેંડ કરી દીધા છે. તે અખિલેશ સરકારના 12મા એવા મંત્રી છે. જેમને સસ્પેંડ કરવામાં આવ્યા છે. સસ્પેંસન પાછળ ઘણા કારણો ગણાવવામાં આવી રહ્યાં છે, પરંતુ મુખ્ય કારણ કોમી એકતા દળનું સપામાં વિલિનિકરણ ગણવામાં આવી રહ્યું છે.

મુખ્તારને લાવવામાં બલરામની ભૂમિકા
જૌનપુરથી પરત ફરતાં જ મુખ્યમંત્રીએ કોમી એકતા દળનું સપામાં વિલય કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાઓમાં સમેલ મંત્રી બલરામ યાદવને મંત્રિમંડળમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહી પાછળ આ પણ એક કારણ હોઇ શકે છે.

પહેલાં પણ સસ્પેંડ થાય છે ઘણા મંત્રી
અખિલેશ યાદવ પએલાં પણ પોતાના ઘણા મંત્રીઓને સસ્પેંડ કરી ચૂક્યા છે. એપ્રિલ 2013માં તત્કાલિન ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી (સ્વર્ગીય) રાજારામ પાંડેને સસ્પેંડ કર્યા હતા. તેમના પર મહિલા આઇએસએસ પર અશોભનિય ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો હતો. માર્ચ 2014માં મનોજ પારસ અને આનંદને મંત્રી પદેથી સસ્પેંડ કરવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણી બાદ રાજ્યમંત્રી પવન પાંડેને સસ્પેંડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની મંત્રીમંડળમાં વાપસી થઇ હતી. ત્યારબાદ ઓક્ટોબર 2015માં મુખ્યમંત્રીએ એકસાથે આઠ મંત્રીઓને સસ્પેંડ કરવામાં આવ્યા, જેમાં રાજા મહેન્દ્ર અરિદમન સિંહ, અંબિકા ચૌધરી, શિવ કુમાર બેરિયા, નારદ રાય, શિવાકાંત ઓઝા, આલોક કુમાર શાક્ય, યોગેશ પ્રતાપ અને ભગવત શરણ ગંગાવાર સામેલ હતા.

You might also like