સુલતાનપુરથી અખિલેશના ચૂંટણી પ્રચાર અભિયાનનો આજથી આરંભ

સુલતાનપુર: યુપી વિધાનસભાના ચૂંટણી પ્રચાર અભિયાનનો આરંભ થઈ ગયો છે ત્યારે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યપ્રધાન અખિલેશ યાદવ આજે સદર અને ઈસૌલી મતવિસ્તારમાં ચૂંટણીસભાને સંબોધશે. સદર મતવિસ્તારના ધારાસભ્ય અરુણ વર્માએ દાવો કર્યૌ છે કે અખિલેશની સભામાં અંદાજે ૩૦ હજાર લોકો હાજરી આપશે. આ સભાને લઈ તમામ તૈયારી સંપન્ન થઈ ગઈ છે.

યુપી વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવાની છે ત્યારે આ વિસ્તારમાં અંતિમ તબક્કામાં પાંચ સીટ માટે ૨૭ ફ્રેબ્રુઆરીએ મતદાન થવાનું છે. આ રેલી માટે સદર વિધાનસભાના મોતિગરપુરમ્ બ્લોક માટે લપટા ગામના મેદાનની પસંદગી કરવામાં આવી છે. આજે બપોરે એક વાગ્યે અખિલેશ અહીં હેલિકોપ્ટરમાં આવશે. આ માટે પાકું હે‌િલપેડ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ બપોરે બે વાગ્યે ઈસૌલી મતવિસ્તારના સુરેશનગરમાં સભા સંબોધવા પહોંચી જશે. આ બેઠકનો ઈતિહાસ એવો રહ્યો છે, જે પાર્ટી આ બેઠક જીતે છે તેને સત્તા મળે છે. સદર મતવિસ્તારની સભા માટે ૧૫ હજાર ખુરશીઓ ગોઠવવામાં આવી છે. આ સભામાં ૩૦ હજાર લોકો હાજરી આપે તેવી સંભાવના છે, જેમાં ૧૫૦૦થી ૨૦૦૦ બસ, ફોર વ્હીલર અને થ્રી વ્હીલર વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગઠબંધન બાદ રાહુલ-અખિલેશ સાથે છ રેલી યોજશે
યુપી વિધાનસભાની ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ ગયું છે ત્યારે હવે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથે મળીને રેલીઓ યોજવા તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને નેતા યુપીમાં અલગ અલગ વિસ્તારમાં છ રેલીઓ યોજવાનંુ આયોજન કરી રહ્યા છે. ગઠબંધન માટે મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રિયંકા ગાંધી અને ડિમ્પલ યાદવ પણ સંયુકત રીતે સભાને સંબોધે તે માટે આયોજન થઈ રહ્યું છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાબતે હજુ ચોક્કસ નિર્ણય થઈ શક્યો નથી. કોંગ્રેસ અમેઠી અને રાયબરેલીની સીટ અંગે નિર્ણય લેવાયા બાદ આ અંગે જાહેરાત કરી શકે તેમ છે.
http://sambhaavnews.com/

You might also like