અખિલેશ યાદવની સપાના રાષ્ટ્રીય અધ્યક્ષપદે પાંચ વર્ષ માટે તાજપોશી

નવી દિલ્હીઃ આગ્રા ખાતે યોજાયેલા સમાજવાદી પાર્ટીના દસમા રાષ્ટ્રીય સંમેલનમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પાંચ વર્ષ માટે તાજપોશી કરવામાં આવી હતી. સપાના સુપ્રીમો મુલાયમસિંહ યાદવના આશીર્વાદ સાથે આજે અખિલેશની અધ્યક્ષ તરીકે વરણી કરાઈ હતી. આ સંમેલનમાં મહામંત્રી આઝમ ખાન, રામગોપાલ યાદવ, નરેશ અગ્રવાલ, ધર્મેન્દ્ર યાદવ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા.

બીજી તરફ એવી પણ વાત બહાર આ‍વી છે કે શિવપાલ અને અખિલેશ વચ્ચે ચાલતા વિવાદને ધ્યાનમાં લઈને મુલાયમસિંહે તેમના પુત્રને સમર્થન આપવાનું મન બનાવી લીધું હોય તેમ તેઓ સપાનું પ્રમુખ પદ તેમના જ પુત્ર અખિલેશને આપવા માગી રહ્યા હોય તેમ લાગે છે. જોકે આ દરમિયાન અખિલેશે પણ તેઓ ફરી પક્ષના પ્રમુખ બનશે તેવો દાવો કરી ચુક્યા છે. બીજી તરફ મુલાયમસિંહ પણ એ વાતનો સંકેત આપી ચુક્યા છે કે તેમના આશીર્વાદ અખિલેશ સાથે છે તેથી આ વાત પરથી લાગી રહ્યું છે કે તેઓ તેમના પુત્રને ફરી સપાના પ્રમુખ બનાવવા માગે છે. અને તે પણ પૂરા પાંચ વર્ષ માટે. સપાનું ૧૦મું રાષ્ટ્રીય અધિવેશન આજે યોજાઈ રહ્યું છે ત્યારે આ અધિ‍વેશન પહેલા રાષ્ટ્રીય કારોબારીની બેઠક પણ મળવાની છે. જેમાં પક્ષના પ્રમુખની મુદત વધારીને પાંચ વર્ષની કરવામાં આવે તેવી સંભાવના છે.

You might also like