અઢી કરોડના રથ સાથે અખિલેશે શરૂ કરી યાત્રા, મુલાયમે આપી લીલી ઝંડી, મંચ પર અખિલેશે ન લીધુ કાકાનુ નામ

લખનઉઃ અખિલેશ યાદવની પ્રથમ તબક્કાની વિકાસ રથ યાત્રા લખનઉથી શરૂ થઇ છે. 100 કીમીની આ યાત્રામાં લખનઉના લા માર્ટ ગ્રાઉન્ડથી સવારે શરૂ થશે તે નવ કલાકની મુસાફરી કરીને ઉન્નાવમાં પૂર્ણ થશે.  પિતા મુલાયમસિંહ યાદવે અખિલેશની આ યાત્રરાને લીલી ઝંડી આપી છે. મંચ પર પિતા સાથે કાકા શિવપાલ પણ હાજર હતા. મંચ પરથી પોતાના સંબોધનમાં અખિલેશે કાકાના નામનું ઉચ્ચા રણ કર્યું ન હતું. રથયાત્રા પર નિકળતા પહેલાં અખિલેશે કહ્યું કે હું તો રથયાત્રા પર જઇ રહ્યું છું આગળ પાર્ટી અને જનતા જાણે. હું રાજનીતિમાં પ્રપંચ નહીં પ્રદેશ અને લોકોને આગળ વધારવામાં માનું છું. બસ પર પિતા મુલાયમસિંહની ફોટો છે પરંતુ કાકા શિવપાલની ફોટો ગાયબ છે. ગત મહિનાથી જ કાકા ભત્રિજા વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છું. જો કે મુલાયમ તેમાં વચ્ચે પડ્યા હોવા છતાં મામલો જેસેથેની સ્થિતિમાં જ છે. શિવપાલ અને અમર સિંહ સહિત ચાર મંત્રીઓને અખીલેશે પોતાની કેબિનેટમાં શામેલ કર્યા નથી.

રથયાત્રા રૂટની જગ્યા પર 108 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે. સપા વર્કર્સ ઠેર ઠેર ગોઠવાઇ ગયા છે. અખિલેશ 2 કરોડના રથમાં સવાર થઇને વિકાસ યાત્રા કરી રહ્યાં છે. જે સંપૂર્ણ હાઇટેક છે. રથમાં રેસ્ટ રૂમ, ઓફિસ પેન્ટ્રી, વોશરૂમ, વાઇફાઇ, ટીવી, એસી અને એર પ્યૂરીફાઇ બુલેટ પ્રફ જેવી વિવિધ સુવિધાઓ છે.

યાત્રા દરમ્યાન અખીલેશ રથમાંથી નહીં ઉતરે. તે રથમાં જ સવાર રહેશે. તમામ જનસભાઓ તે રથમાં રહીને જ કરશે. જેના કારણે જ રથને સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યો છે. જો કે લો માર્ટ ગ્રાઉન્ડ અને  શુક્લાગંજમાં થનારી જનસભાને તેઓ સ્ટેજ પરથી જ કરશે. અખિલેશ યાદવ સવારે 9 વાગે લો માર્ટ ગ્રાઉન્ડ ખાતેથી વિકાસ રથની શરૂઆત કરીને  શક્લાગંજમાં સાંજે ચાર વાગે પૂર્ણ કરશે. આ સમયે સીએમનો વિકાસ રથ સિક્યુરિટી ફોર્સથી ઘેરાયેલો રહેશે.  સીએમ નાની નાની સભાઓને યોજશે. ત્યાં પણ સિક્યોરીટી વિકાસ રથ સાથે તહેનાત રહેશે.

યાત્રા દરમ્યાન અખિલેશની સુરક્ષા માટે 1500 કોન્સેટબલ તહેનાત રહેશે. જ્યારે 2 ડીઆઇજી, 4 એસપી અને 26 એસએસપી તહેનાત રહેશે. આ સિવાય 53 ડીએસપી, 650 અંડર ટ્રેની એસઆઇ, 1000 નવા હોમગાર્ડ, 16 એસઓ અને 12 કંપની પીએસી પણ તહેનાત રહેશે. રથયાત્રાને પગલે રૂટ ડાવર્ટ કરવામાં આવ્યાં છે. જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો સ્થાનિકોએ કરવો પડશે.

 

You might also like