આટલા જુઠ્ઠા પીએમ નથી જોયાઃ અખિલેશ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ફરી એક વખત પોતાની ચૂંટણી સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. સિદ્ધાર્થનગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે અખિલેશે કહ્યું કે પીએમ મોદી અહીં નકલનો મુદ્દો ઉઠાવી રહ્યાં છે. બીજેપીએ પણ અમારા વચનોની નકલ કરી છે. દરેકે નાની મોટી નકલ કરી છે. અહીં કોઇ એવું નથી કે જેણે બાળપણમાં નકલ ન કરી હોય. સીએમ અખિલેશે કહ્યું કે મેં આટલું જુઠ્ઠુ બોલનાર પીએમ હજી સુધી જોયા નથી.

અખિલેશે કહ્યું કે આવા સ્વપ્ના દેખાડતા પીએમ અમે હજી સુધી જોયા નથી. અખિલેશે પીએમ પર વાર કરતા કહ્યું કે કે તમે કહો છો કે ગરીબોને લાભ થયો છે, ત્યારે હું તમને પૂછી રહ્યો છું કે નોટબંદીનો ફાયદો કોને થયો? પીએમ પર આકરા પ્રહારો કરતા અખિલેશે કહ્યું કે ટીવી પર મન કી બાત, રેડિયો પર મન કી બાત, દરેક જગ્યાએ મન કી બાત .. પરંતુ આજ સુધી કોઇ જ સમજી નથી શક્યું મન કી બાત.. અખિલેશે કહ્યું કે પ્રધાનમંત્રી કબ્રિસ્તાન અને સ્મશાનની વાત કરે છે. જ્યારે અમે લેપટોપ અને સ્માર્ટ ફોનની વાત કરીએ છીએ. કાલે પીએમએ ત્રણ પન્નાનું ભાષણ આપ્યું છે. તેમાંથી એક પણ વાત ખેડૂતો કે ગરીબો માટે ન હતી.

http://sambhaavnews.com/

You might also like