અખિલેશ અને માયાવતી પહેલી વાર એકમંચ પર મળશે જોવા..!

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના લંચ ડિપ્લોમેસીના આમંત્રણ પર ભાજપ વિરોધી પાર્ટીઓની સાથે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવાતી પહેલી વખત એક સાથે એક મંચ પર રેલી કરતાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ યોજેલ લંચ ડિપ્લોમેસી પાર્ટી દરમિયાન લાલુ પ્રસાદ યાદવે ભાજપ-વિરોધી પાર્ટીઓ વચ્ચે ગઠબંધન કરવા માટે બંને નેતાઓને એકસાથે એકમંચ પર રેલી કરવા જણાવ્યું હતું.

સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલે શનિવારે સમર્થન કર્યું હતું લંચમાં દરેક ભાજપ-વિરોધી પાર્ટીઓએ એકમંચ પર એકસાથે રેલી કરવાની સહમતિ બતાવી હતી. તેમણે જણાવ્યું કે ભાજપ સામે લડાઇ લડવા એક સંયુક્ત વિપક્ષ તાજેતરના સમયની માગ છે. સાંસદે જણાવ્યું આગામી 27 ઓગષ્ટે લાલુ યાદવ પટનાના ગાંધી મેદાનમાં રેલી યોજશે ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધન કરશે.

માયાવતી અને અખિલેશ યાદવની સંયુકત રેલીને 2019ની લોકસભા ચૂંટણી માટે બંને પક્ષ વચ્ચે ગઠબંધનની શક્યતાઓ તરીકે જોવામાં આવી રહી છે. યુપી વિધાનસભામાં ભાજપ તરફથી મળેલી હાર બાદ માયાવતી અને અખિલેશ યાવદ એકસાથે ગઠબંધન કરે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.

http://sambhaavnews.com/

You might also like