Categories: India

અખિલેશ યાદવ સપાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, અમર સિંહની હકાલપટ્ટી

લખનઉ: વિધાનસભાની ચૂંટણી પહેલાં ટિકિટની વહેંચણીને લઇને બે દિવસથી ચાલી રહેલ રાજકીય ડ્રામા હજુ સુધી પૂરો થયો નથી. મુખ્યમંત્રી અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીના વિશેષ અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેને પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવે ગેરબંધારણીય જાહેર કર્યું છે.

લખનઉના જનેશ્વર મિશ્ર પાર્કમાં પાર્ટીમા વિશેષ ઇમરજન્સી અધિવેશનમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એમાં પ્રદેશ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવને પદ પરથી આઉટ કરવા તથા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અમર સિંહને બહાર કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી છે. અધિવેશનમાં પાર્ટીના વડા મુલાયન સિંહ યાદવને સંરક્ષક તથા ધારાસભ્ય ધર્મેન્દ્ર યાદવને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

અધિવેશનમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવ પદ પરથી હટાવવા સાથે અમર સિંહને પાર્ટીમાંથી બહાર કરવાના પ્રસ્તાવ પર સર્વસંમતિથી મંજૂરી મળી છે. અધિવેશનમાં મુલાયમ સિંહ યાદવને પાર્ટીનો સરંક્ષક બનાવવામાં આવ્યો છે. આ સાથે જ દરેક રાષ્ટ્રીય તથા પ્રદેશીય કમીટીઓને ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. શિવપાલ સિંહ યાદવને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.

સમાજવાદી પાર્ટીના વિશેષ અધિવેશનમાં પાર્ટીના અધ્યક્ષ પસંદ થયા બાદ અખિલેશ યાદવએ કહ્યું કે મારા નેતાજી મુલાયમ સિંહ યાદવ સાથે કોઇ સંબંધ ખતમ કરી શકશે નહીં. હું પાર્ટીની સાથે પરિવાર બચાવવાની દરેક જવાબદારીઓ નિભાવીશ. મારા માટે નેતાજીનું સમ્માન અને સ્થાન પ્રથમ છે. અખિલેશે કહ્યું કે કેટલાક લોકા એવા છે જે ઇચ્છે છે કે પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની ફરીથી સરકાર બને નહીં. પ્રદેશમાં એક વખત ફરી સમાજવાદી પાર્ટીની સરકાર બનવા પર સૌથી વધારે ખુશ તો નેતાજી જ હશે. અખિલેશએ કહ્યું કે નેતાજી વિરુદ્ધ ષડયંત્ર રચનાર લોકોની વિરુદ્ધ છું.

રામગોપાલ યાદવે અધિવેશનમાં નેતાઓને સંબોધિત કરતાં કહ્યું કે પાર્ટી માટે આ ઇમરજન્સી સ્થિતિ છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રદેશમાં ખૂબ જ કામ કર્યું પરંતુ ષડયંત્ર રચીને એમને પદ પરથી હટાવવામાં આવ્યા. તેમણે પાર્ટી નેતાઓને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અખિલેશ યાદવને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરી દીધા. રામગોપાલે જ માંગણી કરી હતી કે સપાના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવને પાર્ટીમાંથી હટાવવામાં આવે અને અમર સિંહને સપામાંથી બરતરફ કરવામાં આવે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવને કાલે મુલાયમના ઘરે લઇ જઇને મંત્રી આઝમ ખાને ઉકેલનો પ્રયત્ન કર્યો. અહીં અખિલેશ યાદવએ કહ્યું કે તેમણે મુખ્યમંત્રી પદની ઇચ્છા નથી. એ વર્ષ 2017માં ઉત્તર પ્રદેશ જીતીને નેતાજીને ભેટ આપશે. પરંતુ નેતાજી વિરુદ્ધ કોઇ ષડયંત્ર રચશે તો એ ચલાવી લેવામાં આવશે નહીં.

રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાનો નિર્ણય અચાનક નથી, આ સમજી વિચારીને લેવાયેલો નિર્ણય છે. અધિવેશનની પહેલ પહેલા કાનૂની પહેલુઓની પણ તપાસ કરવામાં આવી હતી. દરેક જિલ્લાના ઓછામાં ઓછા 25 પ્રતિનિધિઓ અને 100 થી વધારે સામાન્ય કાર્યકર્તાઓના અધિવેશન બોલાવવાનો પ્રસ્તાવ પર સહી કરાવવામાં આવી હતી. અને એના માટે કેટલીક જગ્યાઓ પર વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી હતી.

Krupa

Recent Posts

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…

21 hours ago

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…

21 hours ago

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…

21 hours ago

પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…

22 hours ago

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…

22 hours ago

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…

22 hours ago