અખિલેશના યુએસ સલાહકારના ઇ-મેઇલમાં કરાયો મોટો ખુલાસો

નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીમાં ચાલી રહેલી આંતરીક લડાઇની વચ્ચે એક એવો ખુલાસો થયો છે કે જે જાણી તમે ચોંકી જશો. સમાજવાદી પક્ષની અંદરની રણનીતિથી જોડાયેલ એક ઇ-મેઇલ લીક થવાના કારણે એવો ખુલાસો થઇ રહ્યો છે કે સમાજવાદી પાર્ટીનો આંતરવિગ્રહ માત્ર ને માત્ર સીએમ અખિલેશની છબીને ચમકાવાનું એક નાટક છે. આ ઇમેઇલ જુલાઇ મહીનાનો છે. આ ખુલાસો અખિલેશના અમેરિકન સલાહકાર સ્ટીવ જાર્ડિંગના ઇ-મેઇલ લીકને કારણે થયો છે. ઇ-મેઇલમાં લખ્યું છે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવને વિકાસનો આઇકોન બનાવલા પક્ષમાં આંતરિક લડાઇ દેખાડવી જરૂરી છે.

આંતરિક લડાઇના કારણે અખિલેશની સારી ઇમેજ બહાર આવશે અને તે મજબૂત મુખ્યમંત્રી તરીકે જાણીતો ચહેરો બનશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી ખબર આવતી હતી કે સમાજવાદી પક્ષ અને મુખ્યમંત્રી અખિલેશ સરકારના વિકાસ કામોને લોકો સુધી લાવવા માટે અમેરિકન પીઆર એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ પીઆર એજન્સી આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કામ કરી ચૂકી છે.

You might also like