અખિલેશ યાદવે અમિત શાહ પર કર્યા આકરા પ્રહાર

મુંબઈ: સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે આ દેશમાં સૌથી મોટા ગુંડા કોણ છે? તો તે અમિત શાહ છે. તેઓ આજે નેતા બનીને ઘૂમી રહ્યા છે. આરએસએસએ શું કર્યું? આરએસએસએ માત્ર અંગ્રેજોના તળિયા ચાટ્યાં હતાં, બાકી કઈ કર્યું નથી.

ભારત દેશમાં તમામ નારા મુસ્લિમોએ દેશ માટે આપ્યા હતા. હિન્દુ-મુસ્લિમ એકતા બતાવી હતી. ત્રિરંગાના રંગ કોણે આપ્યા હતા? બાળાસાહેબ ઠાકરેએ શું આપ્યું હતું? તે પણ મુસ્લિમે જ આપ્યા હતા. અખિલેશે જણાવ્યું હતું કે લવ જેહાદના મુદ્દે મુસલમાનોને બદનામ કરવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે ભાજપ અને આરએસએસ પર ભાગલા પાડવાની રાજનીતિને લઈ નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે જો વર્તમાન સરકારને સત્તા પરથી હટાવવામાં નહીં આવે તો તે દેશ માટે નુકસાનકારક પુરવાર થશે. અખિલેશ યાદવે અત્રે એક રેલીને સંબોધતાં આવું જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલી વાત આ સરકારની પ્રજાને ખોટા વાયદા કરીને લોકોને મૂર્ખ બનાવવાની એ સામે આવી હતી કે દરેક ખાતામાં રૂ. ૧૫ લાખ જમા કરાવવામાં આવશે. સત્તા સંભાળ્યા બાદ સરકાર ભાગલાવાદી રાજનીતિમાં સક્રિય છે. સરકાર કોમવાદી મુદ્દાઓ ઉઠાવી રહી છે કે જેથી બેરોજગારી, ભૂખમરો અને ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દા ભૂલી જાય.

You might also like