કોંગ્રેસ અને સપા ઉત્તરપ્રદેશને લૂંટવા માટે એક થયા : કેશવપ્રસાદ મોર્ય

લખનઉ : ભાજપે સપા, બસપા અને કોંગ્રેસને એક જ થાળીનાં ચટ્ટાપટ્ટા જણાવતા પ્રદેશની જનતાને તેમને સચેત રહેવા માટેનું આહ્વાન કર્યું હતું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે બસપા સુપ્રીમો માયાવતી દલિતોને ગુમરાહ કરી રહ્યા છે. બસપા અને માયાવતી જાતીગત નફરત ફેલાવીને સત્તામાં આવવા માંગે છે.

સપાના મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને ગોટળેબાજ કોંગ્રેસ સાથે મળીને સત્તા હડપવાના કાવત્રા રચીને ફરીથી જનતાને લૂંટવા માટે તિકડમ લગાવી રહ્યા છે. હાથી અને સપા કોંગ્રેસનો આ સાથ વડાપ્રધાન મોદીના ગરીબોનાં કલ્યાણ સામાન્ય જનતાને સમૃદ્ધ બનાવવા અને પ્રદેશને અપરાધ, ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનાં સપાની રાહમાં આડા ઉભા છે.

મોર્યએ કહ્યું કે અખિલેશ સરકારનાં સંરક્ષણમાં ગુનાખોરો તથા સપાનાં ગુંડાઓ પ્રદેશમાં ખુલ્લેઆમ ગોળીઓ ચલાવી રહ્યા છે. સામાન્ય લોકોની જમીનો પડાવી રહ્યા છે. વેપારીઓ પાસેથી ખંડણીઓ ઉઘરાવી રહ્યા છે. અખિલેશની કમાનમાં સરકાર સંપુર્ણ રીતે ભાંગી ગઇ છે.

You might also like