મહાગઠબંધનની મુહિમ તેજઃ 2019માં NDAને હરાવવા દીદીને મળ્યા અખિલેશે

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ દેશની રાજનીતિ અત્યારથી જ વર્ષ 2019ની ચૂંટણીની તૈયારીમાં જોડાઇ ગઇ છે. સોમવારે મધરાત્રે ભાજપના નેતૃત્વની એનડીએના 33 દળોએ મંથન કરીને લગભગ બે વર્ષ બાદ યોજાવા જઇ રહેલી લોકસભાની ચૂંટણીની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. તો બીજી તરફ દિલ્હીમાં સમાજવાટી પાર્ટી નેતા અખિલેશ યાદવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે.

આ બંને નેતાઓની મુલાકાત પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અખિલેશે મમતા બેનર્જી સાથે મળીને વર્ષ 2019ની ચૂંટણી માટે મહાગઠબંધ માટે વાતચીત કરી છે. સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ વર્ષ 2019માં સામાન્ય ચૂંટણીને લઇને મહાગઠબંધનની તૈયારીમાં જોડાઇ ગયા છે. સોમવારે તેમણે દિલ્હી જઇને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. મમતા પ્રધાનમંત્રી મોદીને મળવા માટે દિલ્હી આવ્યા હતા. ત્યારે અખિલેશ તેમને મળવા માટે દિલ્હી પહોંચી ગયા છે.

આ પહેલાં વર્ષ 2019ની ચૂંટણી માટે અખિલેશ યાદવ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને પણ મળી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં મળેલી હાર બાદ હવે તેઓ નવી રણનીતિ બનાવવામાં લાગ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અખિલેશ મમતાના સંપર્કમાં છે અને તેમના કહેવાથી જ તેમને મળવા માટે અખિલેશ દિલ્હી ગયા હતા.

http://sambhaavnews.com/

You might also like