જરૂર પડશે તો માયાવતી સાથે પણ કરીશુ ગઠબંધન : અખિલેશ યાદવ

લખનઉ : ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે બીબીસી હિન્દીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે,11 માર્ચનાં ચૂંટણી પરિણામો તેનાં પક્ષમાં આવશે. જો કે તેમણે તેમ પણ કહ્યું કે વિધાનસભાનાં પરિણામોમાં ત્રિસંખુ વિધાનસભાની સ્થિતીમાં તેઓ માયાવતી સાથે હાથ મિલાવવાનું પસંદ કરશે. ઉત્તર પ્રદેશમાં કોઇ પણ દળને પુર્ણ બહુમતી નહી મળવાની સ્થિતીમાં સમાજવાદી પાર્ટીની રણનીતિ શું હશે ?

આ સવાલનાં જવાબમાં અખિલેશ યાદવનું કહેવું હતું કે, જો સરકાર માટે જરૂર પડશે તેઓ માયાવતી સાથે હાથ મિલાવી શકે છે. કોઇ પણ પક્ષ રાષ્ટ્રપતિ શાસન નહી લાદે. અમે ઇચ્છીએ છીએ કે રાજ્યને ભાજપ રિમોટ કંટ્રોલથી સંચાલન ન કરે. માટે અમે માયાવતી સાથે હાથ મિલાવી શકીએ.

ચૂંટણી પહેલા જ પારિવારિક કલહનાં કારણે પિતા મુલાયમસિંહ યાદવથી નારાજ થવાનાં સવાલ અંગે અખિલેશે કહ્યું કે, નેતાજીનું જ્યાં મન હતું ત્યાં પ્રચાર કરવા માટે ગયા. અમે તેમને કાંઇ પણ કહ્યું નથી. જ્યારે કોંગ્રેસ સાથે ગઠબંધન પર અખિલેશનું કહેવું છેકે રાહુલ ગાંધી અને તેઓ એક જેવા જ વિચારો ધરાવે છે. રાહુલ પણ ઇચ્છે છે કે ઉત્તર પ્રદેશનો વિકાસ થાય અને અમે તો ઉત્તર પ્રદેશના વિકાસ માટે કાર્યરત છીએ.

You might also like