3600 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી સ્વદેશી મિસાઇલ આકાશ નિષ્ફળ : કેગ

નવીદિલ્હી : વડાપ્રધાન મોદીનાં મેક ઇન ઇન્ડિયા અભિયાનને મોટો ઝટકો લાગ્યો છે. કેગનાં અહેવાલમાં ખુલાસો થયો કે જમીથી હવામાં માર કરવાની ક્ષમતા વાળી ત્રીજા ભાગની સ્વદેશી આકાશ મિસાઇલ શરૂઆતી તપાસમાં નિષ્ફળ થઇ ગઇ છે. ભારતનાં નિયંત્રણ અને મહાલેખા પરિક્ષકનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે યુદ્ધ જેવી કોઇ પણ સ્થિતીમાં આકાશ મિસાઇલનો પ્રયોગ જોખમી હોઇ શકે છે. આ રિપોર્ટ સંસદને સોંપવામાં આવી ચુકી છે.

ભારતીય વાયુસેનાએ કેગનાં અહેવાલ અંગે પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિસાઇલ લક્ષ્યથી ઓછા અંતરે જ પડી ગઇ હતી. ઉપરાંત તેમાં જરૂરિયાત કરતા ઓછી વેલોસિટી હતી અને મિસાલઇનાં કેટલાક મહત્વપુર્ણ ફંક્શન પણ ખરાબ હતા. આકાશ મિસાઇલનું નિર્માણ બેંગ્લોર ખાતેની સરકારી એજન્સી ભારત ઇલેક્ટ્રોનિક્સ દ્વારા કરવામાં આવ્યું છે. જેની પાછળ આશરે 3600 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

સીએજીનાં અહેવાલમાં કહેવાયું કે આકાશનાં નિર્માતાઓને 3600 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. પરંતુ જે 6 સ્થળો પર કહેવામાં આવ્યું હતું ત્યાં કોઇ પણ સ્થળે હજી સુધી એક પણ મિસાઇલ ઇન્સ્ટોલ કરવામાં આવી શકી નથી. રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, કોન્ટ્રેક્ટ કર્યાનાં 7 વર્ષ થઇ ચુક્યા છે.

You might also like