Categories: Gujarat

રાજેન્દ્રપાર્ક તેમજ અજિત મિલ ચાર રસ્તા પર ફલાય ઓવર ઝડપથી બનશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે છેલ્લાં કેટલાંક વર્ષથી નવા બ્રિજનાં નિર્માણના પ્રોજેકટ હાથ ધરાય છે. પરંતુ અનેક વખત પૂરતા ફંડના અભાવે જે તે બ્રિજનું કામ ટલ્લે ચડે છે. જોકે આગામી બજેટમાં પ્રસ્તાવિત બ્રિજ પૈકીના ઓઢવ રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા અને અજિત મિલ ચાર રસ્તા આ બે બ્રિજ હવે ઝડપભેર તૈયાર થશે.

આમ તો ભાજપના શાસકોનાં બજેટમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ઓઢવ ખાતેના રાજેન્દ્ર પાર્ક રસ્તા પાસે ફલાય ઓવરનાં નિર્માણ માટે રૂ. પાંચ કરોડની રકમ ફાળવાઇ છે. પરંતુ કુલ રૂ.પ૦ થી ૬૦ કરોડના પ્રોજેકટ માટે આટલી રકમ ચણા મમરા જેવી ક્ષુલ્લક જ છે. જોકે રાજ્ય સરકારના બજેટમાં શહેરી આંતર માળખાકીય સુવિધાઓ માટેના ભંડોળમાં રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા અને અજિત મિલ ચાર રસ્તા ફલાય ઓવરના નિર્માણનો સમાવેશ કરાયો છે. જેના કારણે આ બંને બ્રિજ પ્રોજેકટના નિર્માણમાં ગતિ આવશે.

મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારના ડ્રાફટ બજેટમાં પૂર્વ વિસ્તારના અજિત મિલ ચાર રસ્તા ખાતે ફલાય ઓવર બ્રિજનું આયોજન કરાયું છે. કમિશનરના પ્રસ્તાવિત આ બ્રિજને પણ રાજ્ય સરકાર બાંધી આપશે. હવે મ્યુનિ. સત્તાવાળાઓ માર્ચના અંત સુધીમાં બંને બ્રિજનું પ્લાનિંગ તૈયાર કરી રાજ્ય સરકારની મંજૂરી મેળવશે અને રાજ્ય સરકારની લીલી ઝંડી મેળવ્યા બાદ તંત્ર ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરીને નિર્માણને મામલે આગળ ધપશે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

દેશદ્રોહના કેસમાં જેએનયુના કનૈયાકુમાર, ઉમર સહિત નવ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ૯ ફેબ્રુઆરી, ર૦૧૬ના રોજ લગાવવામાં આવેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર અને નારાબાજીના કેસમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ…

20 hours ago

મહાનિર્વાણી-અટલ અખાડાના શાહીસ્નાન સાથે બ્રાહ્મમુહૂર્તમાં કુંભમેળાનો ભવ્ય પ્રારંભ

પ્રયાગરાજ: તીર્થરાજ પ્રયાગમાં ૪૯ દિવસ માટે ચાલનારા કુંભમેળાનો આજે સવારે બ્રાહ્મમુહૂર્તમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગંગા નદીના સંગમતટ પર શ્રી…

20 hours ago

કર્ણાટક ભાજપના ધારાસભ્યોના ગુરગ્રામમાં ધામા, કોંગ્રેસ-જેડીયુના ૧૩ MLA ગાયબ

બેંગલુરુ: વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના બાદ કર્ણાટકમાં ફરી એક વખત સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ…

20 hours ago

દુબઈના શાસકની ગુમ પુત્રીને સોંપવાના બદલામાં ભારતને મળ્યો મિશેલઃ રિપોર્ટ

લંડન: અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર સોદાના આરોપી ક્રિિશ્ચયન મિશેલના પ્રત્યર્પણની અવેજીમાં ભારતે સંયુક્ત આરબ અમિરાતના શાસકને તેમની ગુમ થયેલી પુત્રી સોંપવી…

20 hours ago

ખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશ થયુંઃ 15નાં મોત

તહેરાન: ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા.…

20 hours ago

કમુરતાં પૂરાંઃ આજથી હવે લગ્નની સિઝન પુરબહારમાં

અમદાવાદ: હિંદુ સમુદાયમાં લગ્ન સહિતનાં શુભ કાર્ય માટે વર્જિત ગણવામાં આવતાં કમુરતાં ગઇ કાલે ૧૪ જાન્યુઆરીએ હવે પૂરાં થયાં છે.…

21 hours ago