આતંકને કચડી નાખવા ‘ડોભાલ પ્લાન’ તૈયાર

કાશ્મીરમાં આતંકીઓ સામે સખત કાર્યવાહી કરવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની આગેવાનીમાં નક્કર પ્લાન ઘડવામાં આવી રહ્યો છે. હુમલા બાદ કાશ્મીરથી પરત આવીને લશ્કરના વડા બિ‌િપન રાવતે પોતાનો રિપોર્ટ ડોભાલને સુપરત કરી દીધો છે.

આતંકવાદ સામે કામ લેવા કાશ્મીર ખીણમાં પીએમઓએ સેના અને સુરક્ષાદળોને છૂટોદોર આપી દીધો છે. ખીણમાં સક્રિય ર૪૦ આતંકીઓમાંથી પ૦ ટકા કરતાં વધુ આતંકીઓ પાકિસ્તાની છે. તેમનો ખાતમો બોલાવવા નવેસરથી ઓપરેશન હાથ ધરાશે.

ડોભાલ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવા પ્લાન પર યુનિફાઇડ કમાન્ડની બેઠકમાં મંજૂરીની મહોર લાગશે. દ‌િક્ષણ કાશ્મીર અને શ્રીનગરમાં સીઆરપીએફની ક્રેક ટીમ તહેનાત કરવામાં આવશે. આતંકીઓ અંગે ઇન્ટેલિજન્ટ ઇનપુટ પર તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં આવશે.કાશ્મીરના મુખ્યપ્રધાન અને અધિકારીઓ સાથેની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જે નીચે મુજબ છેઃ

• મોડી સાંજ બાદ કોઇ પણ ટૂરિસ્ટ વાહનને કાશ્મીર ખીણમાં ખાસ કરીને અમરનાથ યાત્રા રૂટ પર જવા દેવામાં આવશે નહીં.
• નેશનલ હાઇવે પર કડક સુરક્ષા જાપતાનો સમય ૭-૦૦ વાગ્યાથી વધારીને ૧૦-૦૦ વાગ્યા સુધીનો કરાયો છે.
• અમરનાથ યાત્રા પર જતા કોઇ પણ વાહનને સાંજે પ-૦૦ વાગ્યા પછી દ‌િક્ષણ કાશ્મીરના આમીર બજારની નજીકથી પસાર થવાની મંજૂરી અપાશે નહીં.
• શ્રાઇન બોર્ડ પાસેથી ઓનલાઇન સ્લીપ લઇને આવનારા પ્રાઇવેટ વાહનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
http://sambhaavnews.com/

You might also like