અંજિકય રહાણેના પિતાની કાર અકસ્માતને લઇને ધરપકડ

ટીમ ઇન્ડિયાના બેટસમેન અજિંક્ય રહાણેના પિતાની કારે એક મહીલાને અડફેટે લીધી હતી. મળતા અહેવાલ મુજબ મહિલાને હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયુ હતુ. આ દરમિયાન ક્રિકેટર રહાણેના પિતાની પોલીસે ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

મળતા અહેવાલ મુજબ અજિંકય રહાણેના પિતા મધુકર બાબુરાવ રહાણે સવારે 4 કલાકે નેશનલ હાઇવે 4 પર પોતાની હુંડાઇ આઇ-20 લઇને જઇ રહ્યાં હતા ત્યારે તેમની કાર બહુ ઝડપી હતી. કંગલ વિસ્તારમાં તેમની કાર પરનો નિયંત્રણ ગુમાવી દેતા આશા કામ્બલે નામની મહિલાને ટક્કર મારી હતી, જેના કારણ તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. આ મામલે પોલીસે બાબૂરાવ રહાણે વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે.

હાલમાં રહાણેના પિતાની પુછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે અજિંક્ય રહાણે હાલમાં ટીમ ઇન્ડીયા વતી ક્રિકેટ રમી રહ્યો છે. તે સિવાય તે ટેસ્ટ ટીમનો ઉપસુકાની પણ છે. હાલમાં તે શ્રીલંકા સામેની વન ડે શ્રેણીમાં ભારતીય ટીમ સાથે જોડાયેલો છે.

You might also like