શીલા દીક્ષિતે હાર માટે અજય માકનને ગણાવ્યા જવાબદાર, માકને આપ્યું રાજીનામું

નવી દિલ્હી: દિલ્હીના ત્રણેય નગર નિગમો ચૂંટણીના પરિણામોમાં ભાજપ માટે સારા સમાચાર છે. પરંતુ કોંગ્રેસને કરારી હારનો સામનો કરવો પડ્યો છે. હાર બાદ દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતએ હાર માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય માકનને જવાબદાર ગણાવ્યા. એમણે કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસનું નેતૃત્વ એમના હાથમાં હતું એટલા માટે હાર માટે એ જવાબદાર છે.

કોંગ્રેસની અંદરના વિવાદો પર શીલા દીક્ષિતનું કહેવું છે કે પાર્ટીમાં નારાજ લોકોને મનાવવામાં આવે છે અને જેમના હાથમાં કમાન છે એ લોકાએ જ આ કામ કરવું પડે છે પરંતુ અમારે ત્યાં એકદમ ઊંધું થયું છે. એમણે કહ્યું કે હાર માટેની સમીક્ષા કરવામાં આવશે.

શીલા દીક્ષિતે કહ્યું કે અમે ચૂંટણીના સારા પરિણામો માટે લડ્યા હતા. પરંતુ જ્યાં સુધી તમે જાતે મજબૂત નહીં બનો ત્યાં સુધી એખ સારી લડાઇ લડી શકશો નહીં. સાથે કહ્યું કે કેટલીક ખામીઓ રહી છે પરંતુ હવે જનતાના આદેશને સમ્માન સાથે સ્વીકાર કરવો જોઇએ.

અજય માકને આપ્યું રાજીનામું:
એમસીડી ચૂંટણીમાં મળી રહેલી કરારી હાર બાદ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકનને રાજીનામું આપ્યું છે. એમણે કહ્યું એ જનતાના આદેશનું સમ્માન કરે છે અને નૈતિકતાના આધાર પર રાજીનામું આપે છે. એમણે કહ્યું કે એ એક વર્ષ સુધી કોંગ્રેસમાં કોઇ પદ લેશે નહીં.

http://sambhaavnews.com/

You might also like