પતિ પત્નીનો સંબંધ 60-40ના રેશિયાથી ચાલવો જોઈએઃ કાજોલ

728_90

 

ઈન્ડસ્ટ્રીમાં નેચરલ અભિનેત્રી તરીકે જાણીતી કાજોલને ગયા મહિને બોલિવૂડમાં ૨૫ વર્ષ પૂરાં થયાં. કાજોલ કહે છે કે હું મારી લાઇફમાં પાછળ જઇને કંઇ પણ બદલવા ઇચ્છતી નથી. તે કહે છે કે ૨૫ વર્ષમાં મેં જેટલું કામ કર્યું, સારું કે ખરાબ, તે દરેક ફિલ્મમાંથી હું કંઇક ને કંઇક શીખી છું. નિષ્ફળતાઓએ મને જમીન સાથે જોડાવાનું શીખવ્યું તો સફળતાએ મને વધુ નમ્ર બનાવી. પર્સનલ લાઇફમાં પણ હું કોઇ પરિવર્તન ઇચ્છતી નથી, કેમ કે વ્યક્તિગત જિંદગીમાં હું ખૂબ ખુશ છું. મેં એ જ કર્યું, જે હું કરવા ઇચ્છતી હતી. હું મારી ભૂલોને પણ બદલવા ઇચ્છતી નથી, કેમ કે આજે હું જે પણ કંઇ છું તે મારી ભૂલોના લીધે જ છું. હું મારા સાચા-ખોટા તમામ નિર્ણયોની જવાબદારી લઉં છું.

પોતાના અને જીવનસાથી અજય દેવગણના સંબંધો અંગે વાત કરતાં કાજોલ કહે છે કે એક સફળ સંબંધમાં બંનેની એકસરખી ભાગીદારી હોવી જોઇએ. જો કદાચ એકસરખી ન હોય તો ૬૦-૪૦નો રેશિયો ચાલી શકે. આપણે સ્ત્રીઓએ એક વાત ન ભૂલવી જોઇએ કે જે રીતે આપણે આપણી જવાબદારીઓને લઇ પતિ પાસેથી પ્રશંસા ઇચ્છીએ છીએ તે રીતે પતિના પ્રયાસોને પણ મહત્ત્વ જોઇતું હોય છે. અજયે દરેક કામમાં મને સપોર્ટ કર્યો છે. દરેક સંજોગોમાં મને સંભાળી છે.

વધુમાં કાજોલે કહ્યું હતું કે, હું મારી પાર્ટનરશિપને ૫૦-૫૦નું સ્થાન આપું છું. બીજાં પતિ-પત્નીની જેમ અમારા સંબંધોમાં પણ ચઢાવ-ઉતાર આવ્યો છે, પરંતુ જે રીતે તેણે મારી કોશિશોને વખાણી તે રીતે મેં તેના પ્રયત્નોને પણ ગળે લગાવ્યા છે. આ બધો ‌ગિવ એન્ડ ટેક(આપવા લેવાનો)નો સંબંધ છે.

You might also like
728_90