મસ્જિદની અજાનથી ઊંઘ ડિસ્ટર્બ થાય છે, બંધ કરો આ ગુંડાગર્દી: સોનુ નિગમ

મુંબઈ: બોલિવૂડ ગાયક સોનુ નિગમે આજે સવારે મસ્જિદમાં પોકારવામાં આવતા અજાન પર ટ્વિટ કરતાં એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મસ્જિદોમાં સવારે ઊંચા અવાજે અજાન થાય છે અને આ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે.આથી તેના ઊંચા અવાજથી લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે.

સોનુ નિગમે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે મસ્જિદોની અજાનથી તેની ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને આ ગુંડાગર્દી બંધ થવી જોઈએ. તેણે ટ્વિટ કર્યું છે કે તે મુસ્લિમ નહીં હોવા છતાં તેને મસ્જિદની અજાનથી રોજ શા માટે વહેલું ઊઠવું પડે છે. સાથે તેણે એવું પણ લખ્યું છે કે ક્યાં સુધી આપણે આ પ્રકારના ધાર્મિક રીતિરિવાજોને બળજબરીપૂર્વક સહન કરવા પડશે ?

સોનુ નિગમના અા ટ્વિટથી એક નવો વિવાદ છેડાયો છે. પોતાના ટ્વિટ પર મળેલા પ્રતિસાદના જવાબમાં સોનુ નિગમે લખ્યું છે કે જ્યારે મહંમદ સાહેબે ઈસ્લામની સ્થાપના કરી હતી ત્યારે વીજળી હતી નહીં. તો પછી એડિશનના આવિષ્કાર બાદ આવા લાઉડ સ્પીકરનો શા માટે ઉપયોગ કરવો જોઈએ. સોનુ નિગમે મસ્જિદોમાં લાઉડસ્પીકરો પર પોકારવામાં આવતી અજાનને ગુંડાગર્દી ગણાવી છે. સાથે સાથે તેણે એવું પણ લખ્યું છે કે તે મંદિર કે ગુરુદ્વારાનાં આવાં પગલાંને સમર્થન આપતા નથી.

http://sambhaavnews.com/

You might also like