ઐશ્વર્યાએ કર્યો સલમાનનો બચાવ, કહ્યું-સારું કામ કરનારાઓને મળે સન્માન

મુંબઇ: આ સમાચાર વાંચીને ખુદ સલમાન ખાનને પણ એક સેકેન્ડ માટે વિશ્વાસ થશે નહી પરંતુ આ 100 ટકા સાચી છે. રિયો ઓલંપિક 2016ના ગુડવિલ એમ્બેસડર તરીકે સલમાન ખાનની નિમણૂંકને લઇને વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ તેમની એક્સ ગર્લફ્રેંડ ઐશ્વર્યા રાય બચ્ચને તેને ખુલ્લુ સમર્થન કર્યું છે.

ઐશ્વર્યા રાયે એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાનની આ નિમણૂંક અંગે પૂછવામાં આવ્યું જેના મુદ્દે તેમણે કહ્યું કે ‘કોઇપણ વ્યક્તિ જે સારું કામ કરી રહ્યો છે દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે યોગ્ય છે. તે કોઇપણ હોય, ભલે તેનો વ્યવસાય રમત, કલા કે સંગીત કેમ ન હોય. મને લાગે છે કે તે શાનદાર છે અને તેને માન્યતા આપવામાં આપવી જોઇએ.’

જો કે આ મુદ્દે એક નિવેદન છે પરંતુ એટલું નક્કી છે કે ઐશ્વર્યા રાયના ખુલ્લા સમર્થનથી સલ્લૂ મિયાની સાથે-સાથે તેમના સમર્થકો પણ આશ્વર્યમાં જરૂર પડી ગયા હશે પરંતુ સાથે જ તેમણે આ સમર્થનથી ખુશી પણ જરૂર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની નિમણૂંક રિયો ઓલંપિકના ગુડવિલ એમ્બેસેડર તરીકે થયા બાદ તેના હંગામો મચ્યો છે. બોલીવુડ અને સ્પોર્ટ્સની દુનિયામાંથી ઘણી પ્રતિક્રિયાઓ આવી ચૂકી છે.

સ્પોર્ટસ જગતમાંથી સુનીલ ગાવસ્કર અને વિશ્વનાથ આનંદ જેવા દિગ્ગજોએ તેમનું સમર્થન કર્યું છે તો બીજી તરફ ગૌતમ ગંભીર, મિલ્ખા સિંહ, યોગેશ્વર દત્તની સાથે મેજર ધ્યાનચંદના પુત્ર અને પૂર્વ ઓલંપિક હોકી ખેલાડી અશોક કુમાર સરીખે જેવા ટોચના ખેલાડીઓએ તેમનો વિરોધ કર્યો છે. બીજી તરફ બોલીવુડમાંથી પરેશ રાવલ અને હેમા માલિની સાથે ખુદ તેમના પિતા સલીમ ખાને પણ પુત્રની પેરવી કરી રહ્યાં છે.

You might also like