પતિ માટે ઐશ્વર્યાએ લીધો નિર્ણય, નહીં કરે ફિલ્મમાં કામ

મુંબઇઃ બચ્ચન પરિવારની આદર્શ વહુ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના ઘર અને પરિવારની ખુશી માટે પોતાના કરિયર પર બ્રેક મારી દીધી છે. હાલ તે પરફેક્ટ વહુ અને પરફેક્ટ પત્ની બનાવ માટે બોલિવુડને અલવિદા કહી રહી છે. સૂત્રો પ્રમાણે ઐશ્વર્યા તેના ફિલ્મ કરિયરમાંથી સન્યાસ લઇને તેના પતિના ફિલ્મી કરિયર પર ધ્યાન આપશે. હાલ તેણે પોતાના કરિયરમાંથી બ્રેક લીધો છે. તેનું સંપૂર્ણ ધ્યાન અભિષેકને સારા પ્રોજેક્ટ અપાવવામાં છે.

ઐશ્વર્યા રાય બચ્ચને લાગે છે કે તેના કરિયરથી વધારે જરૂરી છે પતિ અભિષેક બચ્ચનું કરીયર. એવા સમાચાર પણ વહેતા થયા છે કે એ દિલ હે મુશ્કિલમાં તેના રોલ અને કેટલાક ઇન્ટીમેટ સીન્સને કારણે બચ્ચન પરિવાર ઐશ્વર્યાથી નારાજ છે. પરિવાર સાથે એશને કોઇને કોઇ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે ઐશ્વર્યાએ ફિલ્મો ન કરવાનો નિર્ણય લીધો છે.

ગત વર્ષે અભિષેકે ત્રણ ફિલ્મો કરી પરંતુ ત્રણે ફિલ્મોમાં ફ્લોપ રહી છે. જ્યારે ઐશ્વર્યાએ લાંબા સમય બાદ કમબેક કર્યું હોવા છતાં તેની ગત વર્ષની ફિલ્મોમાં તેના અભિનયની નોંધ લેવાય છે. ઐશ્વર્યાની અંતિમ ફિલ્મોમાં રણવીર સાથેના ઇન્ટિમેટ સિન્સને કારણે ઐશ્વર્યાનો પરિવાર અને સાસુ જયા નારાજ છે. ત્યારે પરિવારની ખુશી માટે અને પતિના કરિયર માટે ઐશ્વર્યાએ મહત્વનો નિર્ણય લીધો છે. ત્યારે હવે જોવાનું એ કે તે પતિના કરીયરની ગાડી પાટે ચઢાવવામાં ઐશ્વર્યા રાય કેટલી સફળ થશે.

http://sambhaavnews.com/

You might also like