કાન્સમાં છવાયું ઐશ્વર્યા રાય બચ્ચનનું બટરફ્લાઈ ગાઉન…

ઐશ્વર્યા રાય બચ્ચન ગઈ કાલે કાન્સના રેડ કાર્પેટ પર ચાલી હતી. ઐશ્વર્યાએ 12મી મેના રોજ કાન્સમાં તેનું પહેલું અપીયરન્સ આપ્યું હતું. તેણે બ્લૂ રંગનું ઓફ શોલ્ડર ગાઉનમાં દેખાઈ હતી. આ આઉટફીટ મનીષ અરોરા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ઐશ્વર્યાનો લૂક લોકોને ખુબ ગમ્યો હતો. ડ્રેસમાં ગાઉન સાથે ત્રણ મીટર લાંબી કેપ જોડાવામાં આવી હતી, જે રેશમના દોરામાંથી બનાવવામાં આવ્યું છે.

મિશેલ સિનકોની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુજબ, કેપને બનાવવામાં એક હજાર કલાક લાગ્યા હતા. સમગ્ર કામ હેન્ડ વર્ક દોરા અને સ્વરોવસ્કી ક્રિસ્ટલથી કરવામાં આવ્યું છે.

ડીઝાઈનર મિશેલ સિનકો, જેણે આ ગાઉન તૈયાર કર્યું હતું, ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાના એક ફોટોમાં લખ્યું હતું કે બોલિવૂડ ગોડેસ 71માં કાન્સ લૂક માટે તૈયાર છે.

17 વર્ષથી ઐશ્વર્યા કાન્સ જઈ રહી છે.

ગત વર્ષની જેમ, તે આ વર્ષે પણ તેની પુત્રી આરાધ્યા સાથે કાન્સ આવી છે.

ઐશ્વર્યા 12 મેની સાંજે તેની પુત્રી આરાધ્યા સાથે કાન્સ પહોંચ્યા હતા. આરાધ્યાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો.

You might also like