‘સરબજીત’ના ટ્રેલર લોન્ચ પર બાર્બી ડોલ જેવી જોવા મળી અૈશ્વર્યા

તાજેતરમાં જ પ્રકાશિત થયેલી ફિલ્મ ‘સરબજીત’નું ટ્રેલર ખૂબ ચર્ચામાં છે અને આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર અૈશ્વર્યા રાયનો સુંદર લુક પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ટ્રેલરના લોન્ચ ઇવેન્ટ પર એશ્વર્યા બિલકુલ બાર્બી ડોલ જેવી જોવા મળી છે.

અૈશ્વર્યા રાય આ ઇવેન્ટ પર ડિઝાઇનર આઇશા રમાધાનની ડિઝાઇન કરેલી પિંક રંગના ડ્રેસમાં પહોંચી

અૈશ્વર્યા રાય આ પિંક ડ્રેસની સાથે હાઇ હિલ્સ અને ખુલ્લા વાળ સાથએ જોવા મળી હતી.

અૈશ્વર્યા રાયની ખુબસુરતી સાથે તેના ચાહકોએ તેની સાથે ફોટો પડાવવાનો મોકો ચૂક્યાં નથી.

ઇવેન્ટમાં અૈશ્વર્યા ગ્લેમ ડોલ જોવા મળી પરંતુ ફિલ્મ ‘સરબજીત’માં તે નોન ગ્લેમરસ અવતારમાં જોવા મળશે.

ફિલ્મ ‘સરબજીત’માં લીડ રોલ પ્લે કરી રહેલ અભિનેતા રણદીપ હુડ્ડા આ અંદાજમાં અૈશ્વર્યા સાથે સેલ્ફી ક્લિક કરતો જોવા મળ્યો હતો.

ફિલ્મ ‘સરબજીત’ના ડિરેક્ટર ઉમંગ કુમારની સાથે ટ્રેલર લોન્ચ પર અૈશ્વર્યા

20 મેના દિવસે રિલીઝ થનારી આ ફિલ્મ પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની જીંદગીની દર્દનાયક કહાની પર બેસ્ડ છે.

ફિલ્મ ‘સરબજીત’ના ટ્રેલરમાં બધા પાત્રોના વખાણ ખાસ કરીને રણદીપ હુડ્ડા પાત્ર પ્રશંસા કરવામાં આવી રહી છે.

You might also like